________________
પોતાની પુત્રી એવી પ્રેમલાની હત્યા કરાવવા તૈયાર થયો હતો પરંતુ સમજદાર મંત્રીને કારણે પ્રેમલાનું જીવન બચી ગયું. રાજાએ પુત્રીનું મોટું ન જોતાં મંત્રીને સોંપી દીધી પરંતુ મંત્રીએ તેને થોડાં વર્ષો સાચવી રાજાને સમજાવ્યા પછી મહેલમાં પાછી લાવ્યા. મકરધ્વજને આ બધી વાતો યાદ આવતાં ખૂબ જ પશ્ચાત્તાપ થયો, પ્રેમલાની માફી માગી. પ્રેમલા જૈનદર્શનમાં માનનારી અને શ્રદ્ધા કરનારી હોવાથી પોતે સમજતી હતી કે આ બધો મારા કર્મોનો જ દિોષ છે. આથી તેણે પિતા પ્રત્યે પણ લેશમાત્ર ભાવ બગાડ્યા નહોતા. તેણે પિતાને કશો ક્ષોભ ન રાખવા કહી સાથે વિનંતી પણ કરી કે ચંદરાજા મનુષ્યત્વ તો પામ્યા હવે તેનું રાજ્ય પાછું મેળવી આપવાની જવાબદારી પિતાની છે. પિતાએ કહ્યું કે, “એની ચિંતા કરીશ નહિ” પછી તેમણે ચંદને બોલાવી પૂર્વવૃત્તાંત પૂછડ્યો. ચંદે પણ વિસ્તારથી પોતાના લગ્નથી માંડીને બધી વાત કરી. હવે મકરધ્વજને સિંહલ નરેશ, કુષ્ટી કનકધ્વજ વગેરેની સાચી વાતની ખબર પડી ગઈ. એ પાંચેય જણાને કેદમાં રાખ્યા હતા. તેમનો વધ કરવા આદેશ આપ્યો પણ ચંદરાજાએ તે બધાને છોડી દેવા મકરધ્વજને સમજાવતા તેમણે છોડી દીધા. સજ્જનોની રીતિ આવી જ હોય છે. ઉપકારનો બદલો તો પ્રાણાંતે પણ વાળે જ છે પરંતુ અપકારી પર પણ ઉપકાર કરનાર છે. પ્રેમલાલચ્છીએ પોતાના નામ માત્રના કોઢવાળા પતિ પર ચંદરાજાના ચરણ ધોઈ પાણી છાંટ્યું અને કનકધ્વજનો કોઢ દૂર થયો. આ ચંદરાજાના શિયળનો પ્રભાવ છે. સિંહલ નગરે જઈ તે પાંચેય ચંદરાજાને આશીર્વાદ દેતાં દેતાં જીવન વ્યતીત કરવા લાગ્યાં.
હવે એક રાત્રિએ ઊંઘ ઊડી જતાં ચંદરાજાને ગુણાવળીનું સ્મરણ થયું. ગુણાવળીને પોતે આપેલું વચન યાદ આવ્યું. પોતે પ્રેમલાના પ્યારમાં ગુણાવળીને તો સાવ ભૂલી જ ગયા. સવાર પડતાંની સાથે જ તેણે ગુણાવળીને એક પત્ર લખ્યો. તે લઈ સેવકને આભાપુરી મોકલ્યો. ખાસ સૂચના આપી કે “ગુપ્ત રીતે પ્રથમ મંત્રીને મળી પછી જ ગુણાવળીને મળવું. અપર માતાને ખબર ન પડે તે રીતે મળવું.” સેવકે તે રીતે જ કર્યું. પતિનો સંદેશ વાંચી તે આનંદમાં આવી ગઈ અને નયનમાંથી હર્ષનાં અશ્રુઓ વહેવા લાગ્યાં.
આ બાજુ વા વાતને ફેલાવે એ રીતે છૂપી રાખવા છતાં પ્રજાજનોમાં ફેલાણી કે ચંદરાજા મનુષ્યપણું પામ્યા છે. આથી પ્રજાજનો પણ ઇચ્છવા લાગ્યા કે હવે ચંદરાજા અહીં આવે તો સારું. વીરમતીના કાને આ વાત
ચંદરાજાનો રાસ +199