________________
કહીને વાત વાળે છે કે હું મજાક કરતો હતો. શ્રી ચંદરાજાના રાસનો દ્વિતીય ઉલ્લાસ અહીં સમાપ્ત થાય છે.
ત્રીજી ઉલ્લાસના પ્રારંભમાં નીલરંગવાળા, કાશીનગરીના ધણી, દેવતાઓથી પૂજિત એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરે છે. સ્વમત દર્શનનું સ્વરૂપ દર્શાવી વાત આગળ ચલાવતા ફરી ચંદ અને ગુણાવળી વચ્ચે વાવિવાદ થાય છે. ગુણાવળી ચંદરાજાના હાથ પરનું મીંઢોળ તેમ જ લગ્ન વખતની અમુક નિશાનીઓથી પામી જાય છે કે પતિ જ ગઈકાલે હતા. ચંદરાજા કબૂલ કરતા નથી અને પોતાની વાત મનાવવા પ્રયત્ન કરે છે અને રાણીથી રિસાઈ જાય છે. આથી ગુણાવાળી વીરમતી પાસે જઈને કહે છે કે, “તમે મોટી મોટી બડાશ હાંકતાં હતાં પણ મારા પતિએ આપણને બંનેને છેતર્યાં છે. તેનામાં રહેલા ડહાપણ પાસે સ્ત્રીજાતિનું ડહાપણ શું કામનું? હવે ક્યારેય આવી બડાઈ હાંકીને મારા જેવીનો સ્વાર્થ બગાડશો નહિ. હું તો દેશ-વિદેશ જોવા ગઈ ને પતિને દુભાવવાનું થયું. મેં તેમની વાત માની નથી પણ નજરે જોયેલા સામે ખોટું કેટલી વાર ટકશે? હવે મારે તેમની વાતનો ઇન્કાર કેમ કરવો?’’ આથી વીરમતીએ કહ્યું કે, “તું ચિંતા ન કર.”
ગુણાવળીના વચનોથી ક્રોધિત થઈ તે ખુલ્લી તલવાર લઈ ચંદરાજા પાસે આવી. તેને જમીન ૫૨ ચત્તોપાટ પાડી તેની છાતી પર ચડી બેઠી. ચંદને કહે, “તને એમ કે તું રાજા છો તેથી તારું જ ચાલશે પણ એમ માનતો નહિ. આ બધું મેં તને આપેલું છે. હવે તું તારા ઇષ્ટદેવને યાદ કરી લે કારણ કે આજે હું તને છોડવાની નથી.' સાસુનું આવું કાળઝાળ સ્વરૂપ જોઈ ગુણાવળી ત્યાં આવી, રડતી રડતી. ખોળો પાથરી વિનવણી કરવા લાગી. ચંદરાજા ફરી ક્યારેય આવું નહિ કરે તેવી ખાતરી આપી અને કહેવા લાગી કે તમારો પુત્ર જ છે તેના પર કૃપા કરી જીવતદાન આપો. છતાં તે માનતી નથી ત્યારે ગુણાવળીએ ખૂબ વિનંતી કરતાં તેને જીવતદાન આપવાનું કબૂલ કર્યું. એક મંત્ર બોલી દોરો ચંદરાજાની ડોકમાં બાંધ્યો આથી રાજા મનુષ્ય મટી કૂકડો બની ગયો.
પતિને કૂકડો બનેલો જોઈ ગુણાવળી ચોધાર આંસુએ રડતી સાસુને ફરી વિનવવા લાગી. આથી વીરમતિ ખિજાઈ અને ગુણાવળીને પણ કૂકડી કરી દેવાની વાત કરે છે. આથી ગુણાવળી પતિને લઈ પોતાના ઓરડે ચાલી ગઈ. કૂકડાનું પતિની જેમ જ જતન કરવા લાગી. એક વાર એક મુનિરાજ
ચંદરાજાનો રાસ * 193