________________
રંગેચંગે લગ્ન પૂરાં થતાં ચંદરાજા અને પ્રેમલાલચ્છી સામસામા સારીપાસા રમવા બેઠા. ચંદરાજાએ પાસા હાથમાં લઈ કોઈ સાંભળે નહિ તે રીતે પોતાની સમસ્યા કહી. ચતુર પ્રેમલાએ પણ તેનો યોગ્ય ઉત્તર વાળ્યો છતાં તેના મનમાં શંકા તો થઈ જ કે રાજા આવું શા માટે બોલે છે? રાજાને લાગ્યું કે પ્રેમલા બરાબર સમજી નથી એટલે ફરી બીજા શ્લોકમાં આભાપુરી, ચંદરાજા અને તેના મહેલનાં વખાણ કર્યા. પ્રેમલો પાણી આપવા આવી ત્યારે ગંગાજળનાં વખાણ કર્યા. આથી ચતુર પ્રેમલા તેના વિષે વિચારવા લાગી. આ બાજુ સિંહલ રાજાએ ચંદને કહ્યું કે લગ્ન થઈ ગયાં હવે આપ પધારો. વચન દીધું હતું તેથી ચંદરાજા પ્રેમલાને છોડવા તૈયાર થયા પણ પ્રેમલાનો પ્રેમ ભૂલી શકાય તેવો નથી, છતાં જવું પડે એમ તો હતું જ આથી પ્રેમલાને બહાનું કાઢી દૂર કરવા પ્રયત્ન કરવા લાગ્યા પરંતુ પ્રેમલા ચતુર હતી. તે પામી ગઈ કે રાત્રે લગ્ન વખતના ચંદ અને હમણાંના ચંદમાં ઘણો ફરક લાગે છે. તેનું વર્તન ઘણું અલગ છે આથી તે તેની પાછળ જ જાય છે. દરેક વખતે પ્રેમલા એવું કરવા લાગી એટલે ચંદ તેને છેતરી ન શક્યો. આ બાજ પ્રેમલા પણ પ્રેમભરી વાણીમાં તેને વિનવવા લાગી. પ્રેમથી બોલાયેલા શબ્દોથી રાજા પણ જીતાઈ જાય છે પરંતુ સાપે છછુંદર ગળ્યાની જેમ તે પ્રેમલા પાસે રહી શકે તેમ પણ નથી. આથી પોતાના નામની, નગરની બધી એંધાણી આપે છે. પ્રેમલા દૂર જતી ન હોવાથી કપટી હિંસક મંત્રીએ અંતઃપુરમાં પેસી જોરાવરીએ ચંદનો છેડો છોડાવ્યો. પ્રેમલા પણ પહેલો જ પ્રસંગ હોવાથી લજવાઈ અને ખસી ગઈ તેથી ચંદરાજ નીકળી ગયા.
નીકળીને સીધા આંબા પાસે આવ્યા. છુપાઈને કોટરમાં બેસી ગયા. આ બાજુ સાસુ-વહુ પણ આવ્યાં અને આકાશમાર્ગે આભાપુરી જવા રવાના થયાં. આભાપુરી પહોંચી ગુણાવળી પતિ પાસે પહોંચી તેને ઉઠાડ્યા. ચંદરાજા પત્ની પાસે સાચું બોલાવવા એક પછી એક જુદીજુદી વાતો કહે છે પણ વીરમતીએ ના પાડી હોવાથી ગુણાવળી સાચું બોલતી નથી. આથી રાજા કહે છે કે મને સપનું આવ્યું હતું. જેમાં તમે બંને વિમળાપુરી નગરે ગયાં હતાં અને ત્યાં એક લગ્ન પ્રસંગ જોઈ પાછાં આવ્યાં. આથી ગુણાવળી સપના ખોટાં જ હોય તે સંબંધી વાત કરી રાજાને ખોટા પાડે છે. આમ બંને એકબીજા પાસેથી સાચી વાત કઢાવવા મથે છે પરંતુ કોઈ સાચી વાત કરતું નથી. ગુણાવળી ભોળી છે પણ વીરમતીના ડરથી તે ખોટું બોલે છે. રાજા એમ
192 * જૈન રાસ વિમર્શ