________________
જેમ પાળીશ તો તું સુખી થઈશ.” વીરમતી ઋષભદેવના સ્થાનકમાં, તેમને નમસ્કાર કરી વિદ્યા ગ્રહણ કરી ઘેર આવી. આ વાતની રાજાને કે અન્ય કોઈને ખબર ન પડી. સર્વ વિદ્યાઓ સિદ્ધ થતાં તે આનંદથી રહેવા માંડી, દુઃખ નાશ પામ્યું. સર્પ જેમ પાંખવાળો થાય અને સિંહ જેમ પાખરેલો થાય તેમ અન્યને ભયકારક થઈ પડી. તેણે મંત્રાદિક પ્રયોગ વડે પતિ વગેરેને વશ કરી લીધા અને દેશપ્રદેશમાં ચોતરફ પ્રસિદ્ધિને પામી. ચંદ્રકુમાર મોટો થતાં પંડિત પાસે ભણ્યો, ગણ્યો, વિદ્યાઓમાં નિપુણ બન્યો. યુવાન થતાં વરસેન રાજાએ ગુણશેખર રાજાની પુત્રી ગુણાવળી સાથે તેનાં લગ્ન કર્યા.
આ બાજુ વૃદ્ધાવસ્થા નિકટ આવતાં વીરસેન રાજા સંયમ લેવા તત્પર બન્યા. તેની સાથે ચંદ્રાવતી રાણી પણ સંયમ લેવા તૈયાર થયાં. બંનેએ પુત્ર ચંદ્રકુમારને ઓરમાન મા વીરમતીને સોંપી ધામધૂમથી સંયમ અંગીકાર કર્યો. ચરિત્ર લેતી વખતે ચંદ્રકુમારને ઘણી ઉત્તમ શિખામણો આપી રાજગાદીએ બેસાડ્યો. વીરસેન રાજર્ષિ અને ચંદ્રાવતી સાધ્વી નિરતિચાર ચારિત્ર પાળી શ્રી મુનિસુવ્રત સ્વામીને વારે કેવળજ્ઞાન પામી સિદ્ધિસુખનાં ભાજન થયાં.
વીરસેન રાજા અને ચંદ્રાવતી રાણીના ગયા પછી વીરમતી સર્વેસર્વા થઈ ગઈ છે, તો ચંદરાજા પણ ખૂબ સુંદર રીતે રાજ્ય ચલાવી રહ્યા છે અને રાણી ગુણાવળી સાથે ભોગો ભોગવી રહ્યા છે. વીરમતીને બંને ખૂબ આદર આપે છે. આથી વીરમતી પણ ખુશ છે. એક વાર વીરમતીને થયું કે વિદ્યા સાધલી છે તેનો ઉપયોગ ન કરું તો શું કામનું? આથી તે વિદ્યાઓનો ઉપયોગ કરવા વિચારે છે પણ પોતે એકલી ન પડી જાય માટે ગુણાવળીને સમજાવી-પટાવી પોતાની સાથે રાખવા પ્રયત્ન કરે છે. ગુણાવળી ભોળી છે. વીરમતીની કપટલીલાને તો પોતા પ્રત્યેનો પ્રેમ સમજે છે. તેને જુદીજુદી વાતો દ્વારા વીરમતી દેશાટન કરવા લલચાવે છે. ગુણાવળી આર્ય સ્ત્રી છે, પતિને પૂછડ્યા વિના પગ પણ ઘર બહાર ન મૂકે તેવી છે. આથી તેને શામદામ-દંડ-ભેદથી સમજાવી પોતાની સાથે દેશવિદેશ જોવા આવવા તૈયાર કરે છે.
આભાપુરીથી અઢારશે કોસ દૂર વિમળાપુરી નગરીમાં, મકરધ્વજ રાજા છે તેની પુત્રી પ્રેમલાલચ્છીનાં લગ્ન, સિંહલપુરના સિંહરથ રાજાના પુત્ર કનકધ્વજ સાથે થવાનાં છે તે લગ્ન મહોત્સવ અને વરકન્યા જોવા જેવાં છે એમ સમજાવી ત્યાં લઈ જાય છે. ચંદરાજાને શંકા જતાં તે રાણીની પાછળ
190જેને ચસ વિમર્શ