________________
આમ કુંવરીની વાત સાંભળી રાજા ખુશ થયો. કુંવરીને લઈ પોતે આવ્યો હતો તે જ રસ્તેથી બહાર નીકળ્યો. ત્યાં તેને શોધતાં-શોધતાં તેમનો રસાલો આવા પહોંચ્યો હતો. રાજાનો ભેટો થતાં બધા ચિંતામુક્ત બન્યા. રાજકન્યા સહિત વી૨સેન પોતાની નગરીમાં આવ્યા. તેણે પદ્મશેખર રાજાને સમાચાર મોકલાવ્યા કે, “આપની કુંવરી આભાપુરીમાં છે. આપને મળવા ખૂબ જ આતુર છે.” સમાચાર સાંભળી પદ્મશેખર રાજા ત્યાં આવ્યા. રાજાનો ઉપકાર માની પુત્રી સાથે પાણિગ્રહણ કરવા વિનંતી કરી. શુભદિવસે બંનેનાં લગ્ન થયાં. વીરમતિ સિવાય આખું શહેર ખૂબ રાજી થયું. વીરસેન રાજા ચંદ્રાવતી રાણી સાથે આનંદપૂર્વક સુખ-ભોગ ભોગવવા લાગ્યા. દિવસે દિવસે પ્રીતિ વધવા લાગી. પતિનો પ્રેમ પૂર્ણ હોવાથી આનંદ કરવા લાગી. કોઈ પુણ્યવંત જીવ ચંદ્રાવતીના ઉદરમાં આવીને ઉત્પન્ન થયો. ગર્ભકાળ પૂર્ણ થયે સુંદર, રૂપવંત, પુત્રનો પ્રસવ થયો. ૧૨મા દિવસે ચંદ્રના સ્વપ્ન અનુસારે પુત્રનું ચંદ્રકુમાર નામ પાડ્યું. વીરમતી પોતાના ચિત્તમાં શોક્યપણાનો સંબંધ ચિંતવીને નિરંતર ચંદ્રાવતીની ઈર્ષા કરવા લાગી. ચંદ્રાવતી નિષ્કપટ હોવાને કારણે તે તો વીરમતીને બહેન તુલ્ય જ માનતી. ધાવમાતાઓની દેખરેખમાં ચંદ્રકુમા૨ મોટો થવા લાગ્યો.
ચંદ્રાવતી જૈન ધર્મમાં દૃઢ શ્રદ્ધાવાળી હોવાથી અને કુશળ હોવાથી રાજાને અનેક યુક્તિથી શિકાર વગેરે પાપકારી વ્યસનો છોડાવી દીધાં. રાજા જૈન ધર્મમાં શ્રદ્ધાવાન થયો એટલે તેણે અનેક જિનમંદિરો બંધાવ્યાં. સાધર્મિકોની સેવા કરતો તેમ જ મુનિરાજની ખૂબ જ ભક્તિભાવથી સેવા કરતો. એકદા તે બંને પત્નીઓને સાથે લઈ વનમાં ગયો. ત્યાં બધાં જ આનંદપ્રમોદ કરતાં હતાં. માત્ર વીરમતી પોતાને પુત્ર ન હોવાથી ભાગ્યને કોસતી એક બાજુ બેઠી હતી. તે વખતે એક સૂડો આવ્યો. તે વીરમતીને પૂછવા લાગ્યો કે, “તું કેમ શોકમગ્ન છો?’ તે વખતે વીરમતીએ પુત્ર ન હોવાની વાત કરી. સૂડાએ પુત્રપ્રાપ્તિ માટે ઉપાય બતાવ્યો. વીરમતીએ સૂડાના કહેવા પ્રમાણે અપ્સરાને રાજી કરી, પરંતુ અવધિજ્ઞાન વડે જોતાં જણાયું કે તેના ભાગ્યમાં પુત્ર નથી પણ હું તને જે વિદ્યાઓ આપું છું – આકાશગામિની, શત્રુબળહરણી, વિવિધકાર્યકરણી, જળતરણી - તું તે સિદ્ધ કરજે તેથી રાજ્ય તારું થશે, પ્રજા તારી થશે અને પુત્ર ચંદ્રકુમાર પણ તારો થશે. તું તે બીજીનો પુત્ર છે એમ માનતી નહિ. તેને કિંચિત્ પણ દુ:ખ આપતી નહિ, તારા પુત્રની ચંદરાજાનો રાસ * 189