________________
એથી અતુલ કાંતિવાળી અદ્ભુત શિખા જેમના મસ્તકને સુંદર રીતે શોભાવી રહી છે, એવામાં શ્રી આદિશ્વર ભગવાને ક્ષુધા સહન કરી (તપ કરી) કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પહેલું માતાને ભેટ કર્યું. આવી રીતે માતા પર ભક્તિ રાખવાવાળા જે હોય તે દુનિયામાં જન્મ્યા પ્રમાણ ગણાય. (જન્મવું સફળ).
કોઈ પણ ગ્રંથની શરૂઆત કરતાં તે પૂર્ણ થતાં સુધીમાં વિઘ્નો ન આવે તે માટે દેવ, ગુરુ, સરસ્વતી વગેરેની સ્તુતિ કરી પછી ગ્રંથ શરૂ કરવામાં આવે છે. પ્રથમ ૧૧ ગાથામાં ઇષ્ટદેવ, પુંડરિક ગણધર, સરસ્વતી અને ગુરુની સ્તુતિ દ્વારા મંગલાચરણ કરી ગ્રંથકર્તા શ્રી ચંદરાજાના રાસની શરૂઆત કરે છે. પ્રથમ ઢાળની પ્રથમ સાત ગાથામાં જંબુદ્વીપ, જંબુવૃક્ષ, સિદ્ધાયતન, મેરુપર્વત ભરતક્ષેત્ર, સિદ્ધાચળ મહાતીર્થ આદિનું સુંદર વર્ણન કરી તેના દેશો તથા આર્યદેશ વગેરેનો ઉલ્લેખ કરાયો છે. ત્યાર બાદ આભાપુરી નગરીનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં વીરસેન રાજા રાજ્ય કરે છે. વીરમતી નામની પટ્ટરાણી છે.
આ નગરીમાં એક સોદાગર અનેક જાતના ઘોડા વેંચવા આવ્યો. ઘોડા ઉત્તમ પ્રકારના હોવાથી રાજાએ તે દરેકનાં યોગ્ય દામ આપી ખરીદી લીધા. રાજાને એક સુંદર ઘોડો ખૂબ જ ગમ્યો જેની ઉપર બેસી રાજા શિકાર ખેલવા ગયો, પણ તે ઘોડો વક્રગતિવાળો હતો તેનું જાણપણું રાજાને થયું નહિ. એક હરણને જોતાં રાજાએ ઘોડાને તેની પાછળ દોડાવ્યો પણ તે હરણ ખૂબ તીવ્રવેગથી ભાગી ગયું આથી રાજાના હાથમાં આવ્યું નહિ. રાજા પણ શ્રમિત થયો હોવાથી ઘોડાને ઊભો રાખવા લગામ ખેંચવા માંડી તેમ ઘોડો વધારે દોડવા લાગ્યો. રાજા રસાલાથી છૂટો પડી ગયો. ત્યાં દૂર એક સુંદર વાવ દેખાઈ. આજુબાજુ વૃક્ષો હતાં તેમાં એક વડનું ઝાડ હતું. રાજાએ વિચાર્યું કે ઘોડો આ ઝાડ નીચેથી પસાર થાય તો હું વડવાઈને વળગી પડું અને અશ્વને છોડી દઉં. ભાગ્યયોગે તેમ જ બન્યું. રાજા વડવાઈ પકડી ઘોડા પરથી ઊતર્યો, લગામ મોકળી પડવાથી ઘોડો પણ તુરત જ ઊભો રહી ગયો. રાજા તો આશ્ચર્ય પામ્યો સાથે ઘોડો વક્રશિક્ષિત હોવાની ખબર પડી.
રાજા ખૂબ થાક્યો હોવાથી વાવમાં જઈ પાણી પીધું. ન્હાયો અને પાણી સંગે ખેલી પોતાના થાકને દૂર કરવા લાગ્યો. વાવ ખૂબ જ સુંદર હતી. ચારે બાજુ જોતાં એક મોટી જાળી દેખાઈ. તેમાં નજર કરી તો પગથિયાં દેખાયાં. રાજા નિર્ભય રીતે હાથમાં ખડગ પકડી પગથિયા ઊતર્યો એટલે અંદર
ચંદરાજાનો ચસ * 187