________________
કે શ્રોતાને ઊઠવાનું મન ન થાય. પ્રાસ, અન્યોક્તિ, યમક, ઉપમા, ઉàક્ષા, અર્થાન્તર ન્યાસ, રૂપક, જુદાજુદા દેશની કહેવતો અને ભિન્નભિન્ન દેશમાં વપરાતા નવી નવી ઢબના શબ્દો સ્થળે સ્થળે નજરે પડતા હોવાથી ગ્રંથકારનું વિશાળ જ્ઞાન, તેમનો ઉગ્ર વિહાર તથા અનુભવજ્ઞાન કેટલું બહોળું હશે તેનો
ખ્યાલ આવે છે. ઘણી રચનાઓમાં ગ્રંથકાર પોતાની વિદ્વત્તા બતાવવા જતાં લાંબાં વર્ણનો, ઉપમાઓ વગેરે આપે છે જેને કારણે રસક્ષતિ થતાં રસભંગ થાય છે. આ કૃતિ તેમાં અપવાદરૂપ છે. ગમે ત્યાંથી વાંચીએ કે તુરત જ રસવૃત્તિ પેદા કરે છે, જિજ્ઞાસા જાગે છે કે જે વાંચનારને આગળનું વાંચન પૂરું કરવાની તાલાવેલી જગાડે છે. એ જ તો વિદ્વાન ગ્રંથકારની ખૂબી છે.
ગ્રંથકાર મહાપુરુષ જેવી રીતે લેખનકળામાં કુશળ હતા તેવી જ રીતે વ્યાખ્યાનકળામાં પણ એટલા જ કાબેલ હતા અને તેથી જ તેઓ લટકાળા"ના ઉપનામથી મશહૂર થયા હતા. તેઓની વ્યાખ્યાનશેલી એવી પ્રભાવક હતી કે ગમે તેવો નાસ્તિક પણ તેમનો એક જ વખતના વ્યાખ્યાનશ્રવણથી પરમ શ્રદ્ધાળુ બનતો. ચંદરાજાનું ચરિત્ર પૂર્વાચાર્ય કૃત સંસ્કૃત કે પ્રાકૃત ગ્રંથોમાં દષ્ટિગોચર થયું નથી. આથી કયા પુસ્તકને આધારે રચના કરી છે તે જણાયું નથી. ૧૭૬૦માં તેમણે રચેલ બીજી કૃતિ “માનતંગમાનવતી” રાસ પણ ખૂબ રસિક છે. શ્રી ચંદાના રસ કથાઃ
ગ્રંથકાર પંડિત શ્રી મોહનવિજયજી મહારાજ મંગલાચરણ કરવા માટે પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ પ્રભુની પ્રાર્થના કરતાં કહે છે કે,
પ્રથમ ધરાધવ તિમ પ્રથમ તીર્થકર આદેય; પ્રથમ જિણંદ દિણંદ સમ, નમો નમો નાભેય. ૧ અમિતકાન્તિ અદભૂત શિખા, શિરભૂષિત સોચ્છાહ; પ્રકટ્યો પદ્મદ્રહ થકી, સિંધુ સલિલ પ્રવાહ. ૨.
અર્થાત્ શ્રી નાભિકુલકરના નંદન, પ્રથમ રાજા, માનનીય પ્રથમ તીર્થંકર તથા સૂર્યની ઉપમાવાળા પ્રથમ જિનેન્દ્ર શ્રી ઋષભદેવ ભગવાનને વારંવાર નમસ્કાર હો. ૧
જાણે પદ્મદ્રહમાંથી નીકળેલો સિંધુ નદીના પાણીનો પ્રવાહ જ ન હોય?
186 જૈન રાસ વિમર્શ