________________
પંડિત મોહનવિજ્યજીકૃત
-
-
ચંદરાજાનો રાસ
ભરતકુમાર મનહરલાલ ગાંધી (રાજકોટ)
-
કૃતિનું નામ : શ્રી ચંદરાજાનો રાસ
રચયિતા : પંડિત શ્રી મોહનવિજયજી મ.સા. ગુરુ શ્રી રૂપવિજયજી મ.સા. રચના કરી તે સાલ તથા સ્થળ : સંવત ૧૭૮૩ અમદાવાદ (ગુજરાત) રચના સ્વરૂપ : પ્રથમ ઉલ્લાસ ૨૧ ઢાળ, ગાથા ૫૧૪, તૃતીય
ઉલ્લાસ
૩૧ ઢાળ ગાથા
૩૩ ઢાળ ૮૨૭
દ્વિતીય ઉલ્લાસ – ૨૩ ઢાળ પત્ય ચતુર્થ ઉલ્લાસ ચાર ઉલ્લાસમાં મળીને કુલ ઢાળ ૧૦૮ અને કુલ ગાથા ૨૬૭૯ છે. મૂળ-માત્ર સંવત ૧૯૨૯ની સાલમાં ઝીણા ટાઈપમાં છપાયો હતો. ત્યાર બાદ સં. ૧૯૪૪માં શ્રાવક ભીમશી માણેક તરફથી શાસ્ત્રી ટાઈપમાં મુદ્રિત થયો હતો.
-
સં. ૧૯૬૦માં અમદાવાદવાળા બુકસેલર જેસીંગભાઈ મોતીલાલ શાહે મૂળ અને અર્થ સાથે ગુજરાતી ટાઈપમાં છાપ્યો.
સં. ૧૯૬૧મા શ્રાવક ભીમશી માણેક તરફથી મૂળ અર્થ સાથે સચિત્ર શાસ્ત્રી ટાઈપ
સં. ૧૯૭૪માં જૈન ધર્મ પ્રચારક સભા તરફથી મૂળ, ભાવાર્થ, રહસ્ય સાથે છપાયો.
પ્રસ્તુત કૃતિ ૧૯૯૪માં તૈયા૨ ક૨વામાં આવેલ. આ મહાન ગ્રંથનું રહસ્ય અને ભાવાર્થ તૈયા૨ કરી આપવાનું કાર્ય અને સંશોધનકાર્ય વ્યાકરણતીર્થ પંડિતજી અમૃતલાલ મોહનલાલ સંઘવી (ભાવનગરવાળા)એ ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરી આપ્યું છે.
ગ્રંથના સંશોધનકાર્ય માટે લીંબડી નિવાસી શ્રીયુત વ્રજલાલ ભૂરાભાઈ દોશી પાસેથી મૂળની પ્રત મળી હતી. જેસલમે૨ દુર્ગના ભંડા૨ની, શ્રી તપાગચ્છ ભંડારની, યતિ શ્રી વૃદ્ધિચંદ્રજીના ભંડારની, યતિ શ્રી વેલચંદ્રજીના ભંડારની એમ હસ્તલિખિત મૂળની ચાર પ્રતો મળી હતી.
ગ્રંથ વિષે માહિતી : ચંદરાજાના રાસમાં હકીકતો એવી ખૂબીથી વર્ણવવામાં આવી છે કે જે વિષય ચાલતો હોય તેને પૂર્ણ કર્યા વગર વાંચનાર ચંદરાજાનો રાસ * 185