________________
મન-વચન-કાયાના યોગે પાળે છે. ચોથું સુખ – સંવેગ રસને ઝીલતા સુજ્ઞાનતાને પામે છે. પાંચમું સુખ-સંયમ જીવનમાં ઓતપ્રોત મહાત્માઓની પૂજ. છઠું સુખ : ક્યારેય ઉસૂત્ર પ્રરૂપણા કરતાં નથી. જે પ્રરૂપણા પાછળ પાપનો સંચય થાય. ઉત્સુત્ર પ્રરૂપણાના પાપ જેવું બીજું કોઈ પાપ નથી. જે પાપે કરીને નરક નિગોદ મળે. આવા પાપથી ઘણાં દૂર રહે છે. મુનિને સાતમું સુખ પદવીને ધારણ કરે છે. ગુરુની કૃપાએ જ્ઞાનવંત બનતાં ગુરુભગવંતે મુનિમાંથી પદવી આપીને પદસ્થ બનાવ્યા. સુરસુંદરીને પણ સાધ્વીઓમાંથી પ્રવર્તિની પદ આપ્યું. ગુણવંત આત્મા ચરણસિત્તરી. કરમસિત્તરીને ધારણ કરે છે.
શ્રમણના કુટુંબ પરિવારમાં કોણ હોય! તે કહે છે. ધૈર્ય રૂપ, અનુકૂળ પિતા, ક્ષમારૂપી માતા છે. સુગતિને અપાવનાર વિરતિ રૂપ મુનિ ને સ્ત્રી રહેલી છે. ડાહ્યો અને ગુણવાન વિવેકી મંત્રીશ્વર છે. સંવેગરૂપ પુત્ર છે, જેને હંમેશા સ્મરણ કરે છે. સંવર રૂપ ચોકીદાર હંમેશાં આ મુનિનું રક્ષણ કરે છે. આર્જવરૂપ પટ્ટહસ્તી શોભે છે. વિનયરૂપ ઘોડા ઘણા છે. અઢાર હજાર શિલાંગ રથ ઉપર હંમેશાં મુનિ ચડેલા છે. શમ-દમ-ત્યાગ આદિ મુનિવરના નોકરો પણ વખાણવા લાયક છે. મુનિવરની બંને બાજુ ધર્મધ્યાન શુક્લધ્યાન રૂપ બે ચામર શોભે છે. વળી મુનિ ક્યાં બેસે! સંતોષરૂપ સિંહાસન ઉપર બેઠેલા શોભે છે. મસ્તક ઉપર જિનેશ્વર પરમાત્માની આજ્ઞારૂપ છત્ર ધારણ કરે છે. ભૂમિ શઠાશયન માટે સમાર્જન કરે છે. આત્મસ્વભાવ રૂપ મુનિનું મંદિર છે. સુજ્ઞાનરૂપ દીપક દુરિત અંધકારને હરણ કરે છે. આ ગુણિયલ મોટું કુટુંબ મુનિનું હોય છે. આ કુટુંબથી શોભતા મુનિવરને જિનેશ્વર ભગવાન સાચા મુનિ તરીકે માને છે. આ ચેતન તો દ્રવ્યમુનિ ઘણી વાર થયો. અને દ્રવ્ય કુટુંબ પરિવારને ધારણ કર્યો છે. ભાવમુનિપણાને ધારણ કરતા ભાવ કુટુંબની સાથે રહેતા જિનેશ્વરના માર્ગે ચાલતા-ચાલતા અવ્યાબાધ શાશ્વતા સુખને મેળવે છે.
આ પ્રમાણે સંયમથી સુવાસિત મુનિવરોનો આત્મા કેટલો કાળ સુધી ક્ષમાથી ક્રોધને નમ્રતાથી, માનને સરલતાથી માયાને અને બળવાન સંતોષ થકી લોભને અટકાવ્યો છે. સતી અને અમર અણીદને રાગ-દ્વેષને સંસારરૂપ, વૃક્ષના મૂલ જેવા છે, તે રાગ અને દ્વેષને સમતાના પરિણામ વડે દૂર કરે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય તેમ જ અંતરાયકર્મ રૂપ. ચાર
મહાસતી. સુરસુંદરી રાસ +183