________________
પરમાત્માની પાવનકારી પ્રવજ્યાનું દાન આપો. દીક્ષા આપીને અમારા ભવોભવના સત્તાના પડેલા, એકઠાં કરેલાં પાપોને કાપીએ. ગુરુ મહારાજ રાજાદિ પરિવારને ધર્મ સમજાવી, નવદીક્ષિતને લઈને મહીતલને વિષે વિહાર કર્યો. સુરસુંદરીએ સાધ્વીવૃંદની સાથે અન્યત્ર વિહાર કર્યો.
ગુરુ સાનિધ્યમાં શાસ્ત્રને ભણે છે. તપને કરે છે અને છ કારણે આહારને લે છે. છ કારણે જ મુનિ આહાર વાપરે ઃ ૧. સુધા વેદનીય શમાવવા ૨. આચાર્યાદિક સાધુની વૈયાવચ્ચ કરી શકાય તે માટે ૩. ઈર્ષા સમિતિની શુદ્ધિ માટે ૪. સંયમપાલન માટે ૫. દેહ ટકાવવા માટે ૬. ધ્યાનને સ્થિર કરવા માટે. સાધુ ભગવંત આહાર વાપરે. વળી સાધુ ભગવંત છ કારણોથી આહારનો ત્યાગ કરે છે: ૧. રોગના કારણે ૨. ઉપસર્ગ આવે ત્યારે. ૩. શીલના રક્ષણ માટે ૪. જીવની રક્ષા માટે. ૫. તપ માટે ૬. શરીરત્યાગ (અંત સમયે) માટે, આ છે કારણે આહાર ન કરે. ઉપર કહેલા કારણે દંપતી વતીઓ આહાર લે છે. અને કારણસર આહારનો ત્યાગ પણ કરે છે. વળી પંચ મહાવ્રતને પાળે છે. બ્રહ્મચર્યને નવ વાડ – વાડ એટલે જેમ ખેતરનું વાડથી રક્ષણ થાય છે. તે આ નવપ્રકારની વાડથી શીલનું રક્ષણ થાય છે. દસ પ્રકારની સામાચારી અમરમુનિ તેમ જ સુરસુંદરી સાધ્વી ભવનો પાર પામવા ઉત્કૃષ્ટથી આદરે છે, પાળે છે. આ રીતે ગુરુની તેત્રીસ આશાતનાને ટાળે છે. શાસ્ત્રમાં શીલવ્રતના અઢાર હજાર ભેદ કહ્યા છે. તે ભેદને વિચારીને વ્રતને પાળે છે. વળી પરમાત્માના શાસનમાં બાર પ્રકારે તપ કહ્યો છે. આ તપમાંથી યથાશક્તિ તપ કરતાં, ઉણોદરી તપને કરતાં રસાસ્વાદ આદિ ગોચરીને લાગતા જ ૪૨ દોષને વર્જીને ગોચરી ગયેષણા કરે છે.
આ પ્રમાણે અમરમુનિ સુરસુંદરી આર્યા સંયમજીવન પાળતાં ઉત્કૃષ્ટપણે તપ આદિને કરતાં પૂર્વ સંચિત કઠિન કર્મોને બાળી રહ્યાં છે. ઉગ્ર તપને કારણે શરીરમાં રહેલા લોહી-માંસ સુકાઈ ગયાં છે. અષ્ટ કર્મને ખપાવવા માટે ઉત્કૃષ્ટ આરાધના કરી રહ્યાં છે. ગુરુનિશ્રામાં રહેતા અમરઋષિ અને શ્રમણી વૃંદમાં આરાધના કરી રહેલાં સુરસુંદરી આર્યા પોતાનાં કર્મોને ખપાવી રહ્યા છે. આ બંનેને સાત પ્રકારનાં સંયમીનાં સુખો મળ્યાં છે. પહેલું સુખગુરુકુળમાં સર્વ શ્રમણોનો વિનય કરે છે. બીજું સુખ-દીક્ષાદાતા, નિશ્રામાં વસતા ગુરુ ભગવંતની પ્રત્યે અહોભાવ પૂર્ણ બહુમાન કરે છે. વારંવાર અંતરમાં તારક ગુરુની અનુમોદના કરે છે. ત્રીજું સુખ – જિનેશ્વર ભગવાનની આજ્ઞાને
182 * જૈન રાસ વિમર્શ