________________
છતાં તે ભૂલી ગયા. અપકારને ભૂલીને ઉપકારમાં જેનું મન છે. આ વાત રાણીને સમજાઈ. અંતઃકરણમાં મુનિને સંતાપ્યાનું દુઃખ થાય છે. મુનિભગવંતના વચન અનુસારે ધર્મને હૈયામાં સ્થાપન કર્યા. શુભભાવનાથી મુનિભગવંતોને સુપાત્રદાન આપે છે. બીજા ક્ષેત્રોમાં પણ પોતાની લક્ષ્મીને વાપરે છે. દાનધર્મની આરાધનામાં ભાવધર્મ ભેળવીને અનંત પુણ્યને ઉપાર્જન કરે છે. યથાશક્તિ તપ કરે છે. શીલવ્રતને પણ ધારણ કરે છે. દંપતી પોતાના જીવનમાં ધર્મને આરાધતા કેટલો કાળ ગયો. મુનિને સંતાપ્યાથી લાગેલા પાપનું પ્રાયશ્ચિત્ત લીધા વિના રેવતી મૃત્યુ પામી. રાજા પણ મૃત્યુ પામ્યો. બંને જણા દેવલોકે પહોંચ્યા. હે રાજન્! સુ૨ાજનો જીવ તે તમારી નગરીમાં ધનાવહ શ્રેષ્ઠીને ત્યાં પુત્ર તરીકે અવતર્યો જે અમરકુમા૨ અત્યારે તમારી સાથે બેઠા છે. રેવતીનો જીવ દેવલોકમાંથી ચ્યવી તમારી પુત્રી સુરસુંદરી તરીકે અવતરી. મુનિ ભગવંતને બાર ઘડી સંતાપ્યા. ધ્યાનમાં વિચલિત કર્યા. તે કર્મના અનુસારે સુરસુંદરીને પોતાના પતિથી બાર વર્ષનો વિયોગ થયો. વળી મુનિની દુર્ગંચ્છા કરવાથી મગરના ઉદરમાં જવું પડ્યું. તે પછી પોતે ધર્મને આરાધ્યો.
દાન-શીલ-તપભાવરૂપ ધર્મની આરાધનાએ સુખસંપદા પામ્યા. મુનિભગવંતને આહાર પાણી પંડિલાભીને યાચકોને દાન આપતી હતી. તે પુણ્ય થકી રાજારમણીનાં સુખો મેળવ્યાં. ઉત્તમ પ્રકારની વિદ્યાઓ મેળવી. પ્રબળ પુણ્ય થકી રાજ્યને પણ મેળવ્યું. નવપદમય મહામંત્રના જાપથી, ધ્યાનથી તથા શિયળના પ્રભાવથી જગતમાં સંપત્તિસુખ અને યશને વરી.
આ રીતે મુનિનાં વચનો સાંભળીને પૂર્વભવની વાત સાંભળી અમરકુમા૨ અને સુરસુંદરી શુભવિચારે ચડ્યાં. ને ત્યાં જ બંનેને જતિસ્મરણજ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ જોયો. સંસા૨ બિહામણો લાગ્યો. સંસાર અસાર લાગ્યો. સંસારથી વિરક્ત થતાં દંપતી મુનિભગવંતને હાથ જોડી કહે છે. હે ગુરુદેવ! અમારા આત્માનો ઉદ્ધાર કરો.
અમર અને સુંદરીની વિનંતી સાંભળી પૂ. ગુરુ મહારાજ કહે છે. હે ભવ્ય જીવો! આ સંસારથી તરવા માટે પરમાત્માએ આદરેલી પ્રવજ્યા છે. જે દુતિને હરે છે, કલ્યાણને કરે છે. મોક્ષ મેળવવામાં કારણભૂત મહાન ઉપકારી છે. ભવજલ તરવામાં નાવ સમાન છે. સંવેગરસથી ભરપૂર દેશના સાંભળીને અમર-સતી બંને સંયમ ગ્રહણ કરવા ઉત્સુક બન્યાં. દંપતી ગુરુમહારાજને વિનંતી કરે છે હે ગુરુદેવ! હે સાહેબ! તો હવે અમને
મહાસતી સુરસુંદરી ચસ * 181
-