________________
હોય, તેથી કરીને શ્રુત વિનાનો નર પશુ જેવો હોય છે. પુણ્ય-પાપનું જ્ઞાન પામી શકતો નથી. આવા સુગુરુનો યોગ પણ પુણ્યરાશિથી થાય છે. તેમની પાસેથી મૃતનો યોગ પૂર્વના પુણ્યથી થાય છે.
પાપના સ્થાન સત્તર છે. મિથ્યાત્વ સ્થાનક અધિક કરતાં કુલ અઢાર પાપસ્થાનક થાય છે. કષ્ટ કરવામાં આવે, ઇન્દ્રિયનું દમન કરવામાં આવે પણ જે તે મિથ્યાત્વથી યુક્ત છે તો તે ધર્મ જુઠ્ઠો કહેવાય છે.
હવે જિનેશ્વર ભગવાનનું સ્વરૂપ બતાવે છે. જિનેશ્વર દેવ અઢાર દોષથી રહિત છે. પાંચ અંતરાય કર્મ, હાસ્યાદિ છ કર્મ, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા અવિરતિ રાગ અને દ્વેષ. આ અઢાર દોષ છે. પરમાત્મા આ દોષથી પર છે. તેને દેવ રૂપે હૃદયમાં તમે ધારણ કરો. શ્રી દશવૈકાલિક સૂત્રમાં પ્રથમ અધ્યાયને પ્રથમ ગાથામાં આ વાત જણાવી છે. ધમ્મો મંગલ મુર્ફિં, અહિંસા સંજમો તવો, અહિંસા (દયા), સંયમ અને તપ રૂપ જે ધર્મ છે તે જે ઉત્કૃષ્ટ મંગલ છે. આ ધર્મનું આચરણ કરો. વળી મુનિભગવંતને આશ્રયીને ક્ષમા આદિ દશ પ્રકારનો ધર્મ બતાવ્યો છે. ક્ષમા – માર્દવ – આર્જવ મુક્તિ (નિલભતા) સંયમ-સત્ત્વ-શૌચ-અકિંચન-બ્રહ્મચર્ય – આ દશ પ્રકારના ધર્મને મન-વચન-કાયા વડે કરણ કરાવણ અને અનુમોદના આ ત્રિવિધ ત્રિવિધ જે ગુણવાન મુનિવરો પાળે છે તે મુનિવરોને સંત કહેવાય છે.
આ ધર્મક્રિયા સમકિત શ્રદ્ધા વિના નિષ્ફળ છે. સમ્યકત્વ પામતાં જીવને આઠ દોષો દૂર થાય છે : ૧. મુદ્રતા ૨. લોભનો પ્રેમ ૩. દીનતા ૪. માત્સર્ય (અભિમાન) ૫. શઠ (માયાવીપણું) ૬. અજ્ઞ (અજ્ઞાનતા શ્રાદ્ધવિધિ તથા ગૌતમકુલકમાં દષ્ટાંત તરીકે આવતાં કુલપુત્રકની જેમ તત્ત્વની વાત સમજી ન શકે.) ૭. ભવાભિનંદી ૮. ભય આ આઠ દોષો ચાલ્યા જાય છે. જીવને સમકિતની પ્રાપ્તિ થતાં આઠ ગુણ મેળવે છે. ૧. સૌમ્યતા ૨. ગંભીરતા ૩. ધર્યતા ૪. દક્ષતા (ચતુરાઈ) ૫. ધીરતા ધેર્યતા એટલે ધર્મમાં વિઘ્નો આવે તો પણ મક્કમ રહેનારો. તે ધૃતિમાન ધીરતા સર્વજ્ઞ દર્શનમાં સ્થિર ચિત્તવાળો ધીર) ૬. સંસારથી ઉદ્વિગ્ન ૭. ભદ્રિક પરિણામી ૮. ગુણીજનનો રાગી હોય છે.
હે રાજન! તમે સૌને પૂર્વભવના વૃત્તાંત સાંભળવાની જિજ્ઞાસા છે. સાંભળો! સુદર્શન નામે નગર હતું. તે નગરનો રાજા સુરરાજા નામે હતો. રાજા શૂરવીર – પરાક્રમી અને ઉત્સાહી હતો. પ્રજાવત્સલ હતો. જેનધર્મનો ઉપાસક હતો. આ રાજાને અનુસરનારી રેવતી નામે પટરાણી હતી. પતિવ્રતા
મહાસતી સુરસુંદરી રાસ 179