________________
વિનયશીલ હોય. આ સાતે પ્રકારના સુખો અમરને પુણ્યના યોગે મળ્યાં છે. છતાં પણ પર્વના દિવસોએ દંપતી પૌષધ કરે છે. ધર્મને ભૂલતાં નથી.
સ્ત્રીઓનાં સાત પ્રકારનાં સુખો હોય છે: ૧. પિયરનું સુખ. પોતાનું પિયર ગામમાં હોય તે સ્ત્રીને પ્રથમ એ સુખ. ૨. ગુણવાન સ્વામી ૩. પોતાના પતિ પરદેશ ક્યારેય ન જાય. ૪. પોતાનું ઘર લક્ષ્મીથી ભરેલું હોય. ૫. નીરોગી હોય. ૬. પરિવારમાં દીકરી ઓછી હોય. ૭. સખીઓનો સંગ સારો હોય. આ સાતેય પ્રકારનાં સુખો સતી સુરસુંદરી તથા ગુણમંજરીને હતાં. પુરુષનાં સાત પ્રકારનાં દુઃખો (૧) ચાડી-ચુગલી કરનાર પાડોશી. (૨) ઘરમાં વિષનું વૃક્ષ હોય (૩) ભોજન પૂરું ન હોય. (૪) માથા ઉપરનો ભારને વહન કરવો – મજૂરી કરવાની હોય. (૫) પગથી ચાલવાનું હોય – ગરીબાઈને લઈને વાહન-વ્યવહારની સગવડ ઘરમાં ન હોય. તેથી જ્યાં જવું હોય ત્યાં પગપાળા જવું પડતું હોય. ૬. ભીખ માંગવી ૭. નિર્ધનતા. આ સાતેય પ્રકારનાં દુઃખથી પુરુષ પીડાય છે. સ્ત્રીનાં સાત પ્રકારનાં દુઃખો: ૧. સ્ત્રીનો અવતાર ૨. પતિ મૃત્યુ પામ્યો હોય ૩. પુત્રરત્ન ન હોય. ૪. દરિદ્રપણું ૫. ઘરમાં રહીને ન કરવાં પડતાં પાપો. ૬. માતા-પિતા ન હોય ૭. ગર્ભ ધારણ કરવો. આ સાતેય પ્રકારનાં દુઃખથી સ્ત્રી પીડાય છે.
ચંપાપુરી નગરીના ઉદ્યાનમાં શ્રી પૂ. જ્ઞાનધર મુનિ ભગવંત પરિવાર સાથે પધાર્યા છે. જ્ઞાન-ધ્યાન-તપ આદિ યોગમાં શિષ્યો લીન બનેલા છે. હવે રાજા ગુરુ ભગવંતને વાંદવા તેમ જ દેશના સાંભળવા જવાની તૈયારી કરે છે. મુનિ ભગવંત પણ પરમાત્માએ બતાવેલ ધર્મ કહે છે. મુનભગવંતનો સ્વભાવ છે કે જિજ્ઞાસા સંતોષવી. ક્યારેય વિકથા નિંદા કરે નહિ. મુનિ ભગવંત હવે દેશના આપે છે. ગુરુ ભગવંત દેશના આપે છે. ગુરુ ભગવંત દેશના આપતાં કહે છે કે – હે પ્રાણી! તમે જિનવાણી સાંભળીને બોધ પામો. આ અસાર સંસારમાં સારભૂત એક ધર્મ છે. અને તે ધર્મનો આધાર મનુષ્યભવમાં જિનેશ્વર ભગવાનની વાણી સાંભળવી તે જ છે. અને તે જિનવાણીમાં શ્રદ્ધા રાખો તે જ ધર્મનું બળ છે. મનુષ્યભવ દસ દષ્ટાંતે દોહિલો કહ્યો છે. તેથી સુગુરુનો યોગ જ્યારે મળી જાય ત્યારે ભક્તિપૂર્વક બહુમાનપૂર્વક શ્રુત-શાસ્ત્ર સાંભળવું જોઈએ. પણ તેર કાઠિયા – આળસ – મોહ – શોક શાસ્ત્ર પ્રત્યે અનાદર, માન, ક્રોધ, પ્રમાદ કૃપણતા, ભય, અજ્ઞાન ચિત્તની અસ્થિરતા કામ અને કુતૂહલ વગેરેને વશ થઈ શ્રુતનો યોગ શ્રુતનો લાભ જીવને થતો ન
178 જૈન રાસ વિમર્શ