________________
લઈ આવું છું.” અમરની સામેથી વિમલયશ ઊઠ્યો.
અમરઃ રે મિત્ર! તમે આ શું કરો છો! વિમલ કહે: ના ના. અમર : મને અહીંથી જલદી જવા દો. હું તને મારું મોં બતાવવા લાયક નથી. વિમલ : ત્યારે શું તમારો પ્રેમ આટલો નિર્બળ છે! આટલું કહી વિમલયશ પોતાના શયનખંડમાં ચાલ્યો ગયો. અમર તો બહાર દીવાનખાનામાં બેઠો છે. વિમલે રુપપરાવર્તિની વિદ્યાને સંભારી, રૂપ ફેરવાઈ ગયું. પુરુષપણાને પરિહરીને સ્ત્રી સ્વરૂપે આવી ગઈ. સોળ શણગાર સજી લીધા. અરીસા સામે આવી ઊભી. રત્નજી અને તેની પત્નીઓ આવી. તેણે આપેલાં ઘરેણાં પહેર્યા. સૌંદર્ય સો-ગણું વધી ગયું. પોતાના પતિ પાસે જવા પગ ઉપાડ્યા. પણ પગ ભારે થઈ ગયા હતા. છતાં પણ ઉપાડ્યા. ઉતાવળી-ઉતાવળી અમરની સામે ઊભી રહી. અમરકુમાર જોતાં જ આભો બની ગયો. હું ક્યાં છું! વિચારતો થઈ ગયો. આ શું સત્ય છે! હૈયાનો વેગ વધી પડ્યો. એક શબ્દ ન બોલી શક્યો. સુરસુંદરી સ્થિર ભાવે ઊભી છે. એનાં નયનો રડવા માટે ઉતાવળાં બન્યાં છે. જ્યારે અમરનાં નયનોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં છે. વિમલયશ મટીને સુરસુંદરી બનતાં વાર ન લાગી. સુરસુંદરી સ્વામી સામે સ્થિર ભાવે ઊભી છે. બંને વચ્ચે મૌન છવાયું છે. સુરસુંદરી કહે: નાથ હૃદયમાં કશું રાખશો નહિ. વિમલયશના વેશમાં હું પોતે જ હતી. મને ક્ષમા આપશો. મેં તમને ઘણા હેરાન કર્યા! સુરસુંદરીએ યક્ષદ્વીપથી માંડીને અહીં સુધી જે બન્યું હતું જીવનમાં તે સવિસ્તાર કહી સંભળાવ્યું. અમરકુમાર કહે : દેવી મારી ભૂલને ક્ષમા આપો. મેં તને દુઃખ આપવામાં બાકી રાખ્યું નથી. સાત કોડીએ રાજ મેળવી, તેં તારા વચનને ચરિતાર્થ કરી બતાવ્યું. દેવી! તને ધન્ય છે. તારા જીવનમાં તારા પૂર્વના પુણ્ય વડે અને નવકાર મંત્રના જપ વડે તારું સઘળું દુઃખ સુખમાં પરિણમ્યું.
સુરસુંદરીએ રાજા ગુણપાલને વાત કરી. અને ગુણસુંદરીનાં લગ્ન અમરની સાથે ભવ્ય અને મોટા ઠાઠથી કર્યો. વહાલું વતન તેનાથી નહોતું વિસરાયું. એક દિવસ રાજાને કહ્યું – મહારાજ! માતાપિતા અમારી રાહ જોતા હશે. અમારું મન ચંપાપુરી જોવા તલસી રહ્યું છે. આપ સંમતિ આપો. સતીએ પોતાનું રાજ્ય રાજા ગુણપાલને પરત કર્યું. હાથી, ઘોડા, રથ, આદિ બધી વસ્તુ પણ રાજાને સોંપી દીધી. વતનમાં જવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વતનમાં જવાની વાતથી પરિવારમાં મળતાં આનંદ થયો.
176 * જૈન રાસ વિમર્શ