________________
પાસે બેઠેલો માંડવિયો મુખના અણસારે ઓળખી ગયો. અંતરના ઊંડાણમાં આનંદની લહેર આવી ગઈ. તે અવસરે વહાણવટી અમરકુમાર ભટણું લઈને રાજદરબારે આવ્યો. રાજાના ચરણ પાસે ભેટશું મૂક્યું. માંડવિયો વિમલયશ ઓળખી ગયો. તે સિવાય અહીં તેને ઓળખનાર કોઈ જ હતું નહિ. અમરકુમારને પોતે ગુમાવેલી સુરસુંદરીનું સ્મરણ સતાવ્યા કરતું હતું. જેમ જેમ વહાણો દેશ તરફ ગતિ કરતાં હતાં તેમતેમ તેના હૈયામાં સુરસુંદરી વધુ વધુ યાદ આવતી હતી. ઘેર પહોંચ્યા પછી પિતાજીની આગળ શું કહેવું? મારા મહાપાપનો પશ્ચાત્તાપ કોની આગળ કરવો? આવા અનેક પ્રશ્નોએ તેના હૃદયને ખળભળાવી મૂક્યું હતું. વિમલયશ ઓળખી ગયા. પોતાના હૈયામાં આનંદ થયો. બીજી પળે પોતાના સેવકને કહી દીધું કે આ વેપારી જુદો છે. તેના વહાણોની જપ્તી કરી લ્યો. તેનો ભોંઠો પાડીને રાજાને કહો કે આ વેપારી તદ્દન ખોટો છે. ત્યાર પછી તેને મારી પાસે મારા આવાસમાં લઈ આવો. વિમલયશની આજ્ઞા પ્રમાણે સેવક કામ કરીને વેપારીને વિમલયશ પાસે લઈ આવ્યો.
વિમલયશ કામ પતાવીને પોતાના શયનખંડમાં આવ્યો. અમરનાં આંસુ જમીન ઉપર સુકાયા નહોતાં. વિમલે તે જોયાં. વિમલના હૈયામાં કંપારી છૂટી. હૃદયમાં પ્રલયતાંડવનું ગર્જન થયું. આવા સમયે હૃદયની સ્થિતિ કેવી હોય છે તે કહેવું કઠણ છે. સેવકે કહ્યું સાહેબ! આપના ગયા પછી વેપારી તો વારંવાર રડ્યા કરે છે. પરિચારિકાએ જમવા માટે ઘણું કહ્યું. પણ શેઠ જમ્યા નથી. વિમલયશના વેશમાં સુરસુંદરીના હૃદયમાં શેઠ ન જમ્યા તેની અકથ્ય વેદના થઈ રહી છે. વિમલશે પોતાની પાસે બેસાડ્યો. મિત્ર! શા માટે મુંઝાઓ છો તમને હેરાન નહિ કરું. દુ:ખી પણ નહિ કરું. તમારા માલની તપાસ કર્યા પછી તમને રજા આપીશ. દયાજનક સ્થિતિ જોઈને વળી વિમલયશે પૂછ્યું. મિત્ર! માનસિક દર્દથી પીડાઓ છો, હું તમારો સાહેબ નથી. અત્યારે એમ સમજો. એક મિત્ર તરીકે મને માની લ્યો. તમારા હૈયામાં ઘોળાતી વાતને ખુલ્લા દિલથી મારી આગળ કહો. જવાની શા માટે ઉતાવળ છે! અમરકુમાર વિમલયશને ઓળખી શક્યો નથી. અત્યારે પોતાનો આપ્તજન મિત્રવત્ લાગ્યો. ને હૈયાની વરાળ કાઢવા તૈયાર થયો. દાઝેલા મને કહાની શરૂ થઈ. વિમલ : રે મિત્ર! આપની કહાણી સાંભળીને હવે સહાય કરવાને બદલે તમને હું દુઃખી કરું! ના! શેઠ, ના. ના, મારી એવી વૃત્તિ નથી. હું તમારી પત્નીને
મહાસતી સુરસુંદરી ચસ * 175