________________
જયજયકાર થાય છે અને અમૃતના સ્થાનરૂપ સુખના ઘર રૂપ એવાં દેવલોકોની સાહ્યબી મળે છે.
આ પ્રમાણે વિમલયશના સ્વાંગમાં સતી પણ પુણ્યનો અનુભવ કરતી થકી નવકારને ગણે છે. અત્યારે પુણ્ય બળવાન બની ચૂક્યું છે. બેનાતટ નગરના આવાસમાં આનંદ કરતાં દિવસો પસાર કરે છે.
તેવામાં નગરમાં મોટો ઉત્પાત મચી ગયો છે. નગરમાં ચોરી થઈ રહી છે. એક ચોર દરરોજ કોઈ ને કોઈ ઘરે ખાતર પાડે છે. કેટલાક દિવસથી ખાતર પાડતા ચોરનો ઉપદ્રવ વધી ગયો છે. નગરના લોકો ઘણા જ દુઃખી થઈ રહ્યા છે.
રાજા કહેવા લાગ્યા : મારી હાલી પ્રજા! આપણા નગરમાં ચોર ઉલ્કાપાત મચાવે છે. તમારા સૌના મનમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે. પ્રજાની સંપત્તિ લૂંટાતી હોય ત્યારે રાજ્ય તરફથી રક્ષણ માટે દરેક પ્રકારના પ્રયત્નો થવા જોઈએ. એ નીતિ અનુસારે હું સર્વને વિનંતી કરું છું કે આ ચોરને જે કોઈ વીર નર પકડી આપવા તૈયાર હોય તે મારો આ પડહ ઝીલી લે. ચોરને પકડી લાવનાર વીરપુરુષની હું કદર કરીશ. અને તેને મોં માંગ્યું ઈનામ પણ આપીશ.
રાજસભામાં રાજાએ બીડું ફેરવ્યું. સાથે પડહ વજડાવ્યો. જે કોઈ વીરપુરુષ આ ચોરને પકડી લાવશે તેને અડધું રાજ અને મારી પુત્રી આપીશ. પણ કોની હિંમત ચાલે! માયાવી ચોર સામે જંગ ખેલવો રમત વાત નહોતી. સભામાંથી કોઈ પણ સાહસિક ન નીકળ્યો. સ્મશાનવત્ શાંતિ પથરાઈ ગઈ. સભામાં રાજા ચારેકોર નજર ફેરવે છે. ત્યાં તો રાજાની નજર ફરતી ફરતી વિમલયશ ઉપર પડી. પરદેશી કુમારે હામ ભીડી બીડું ઉપાડી લીધું. મહેલના એક ખૂણામાં વિમલયશ પદ્માસને અદય બનીને બેઠો છે. ચોરને ખબર પડી ગઈ છે કે વિમલશે બીડું ઝડપ્યું છે. મધરાતે પોતાના આવાસેથી નીકળ્યો. વિમલયશના મહેલે પહોંચી ગયો.
વિમલયશે અદશ્યકરણી વિદ્યા પાછી ખેંચી લીધી. પ્રગટ થયો. તેને જોઈ ચોર ક્ષણ વાર તો ડઘાઈ ગયો. વિમલયશના હાથમાં અષાઢી વીર જેવી તલવાર ચમકી રહી છે. એક વાર તો મુષ્ટિપ્રહારે વિમલશે ચોરને પછાડ્યો. ચોર તો ગભરાઈ ગયો. વિમલયશ કહે : તને ઘણો ગર્વ હતો કેમ! મારા જેવો કોઈ બળવાન નથી. પણ હંમેશાં શેરને માથે સવાશેર હોય
મહાસતી સુરસુંદી રસ 173