________________
ધર્મબંધુએ આપેલી ચાર વિદ્યાઓ યાદ આવી. સતી વિચારે છે કે હું એક સ્ત્રી છું તો મારું રૂપ જ મને અનર્થ કરનારું બની રહ્યું છે. તેથી આ સ્ત્રીપણાનો ત્યાગ કરીને મેળવેલી “રૂપપરાવર્તન” વિદ્યા વડે રૂપ બદલી પુરુષ રૂપ ધારણ કરું. તેથી નિર્ભયપણે મારાથી બધે જઈ શકાય. વિદ્યાનો પ્રયોગ શ્રી નવકાર મહામંત્રના સ્મરણ સાથે કર્યો. અને તરત જ રૂપપરાવર્તન થઈ જતાં પુરુષ બની ગઈ. નવયુવાન સ્વરૂપવાન પુરુષ થયો. હવે સતી સ્ત્રીપણાથી આવતાં સંકટોથી બચશે. ઉપવનમાંથી નીકળીને બેનાતટ નગર તરફ ચાલવા લાગી. નગરમાં રહેલા માળીને ત્યાં ઉદ્યાનમાં ગઈ. ત્યાં માલણને દ્રવ્ય આપીને તેના ઘરે રહેવા માટે વ્યવસ્થા કરાવી. માલણે નામ પૂછ્યું. સતી પોતાનું નામ વિમલયશ’ કહે છે. ‘દામ કરે કામ’ દ્રવ્ય મળતાં માલણ ખુશ થઈ. નવયુવાનની બધી જ સગવડ સાચવવા લાગી. પોતાના માટે જે મંદિર હતું તે મંદિરે લઈ ગઈ. વિમલયશ માલણને માતાના સંબોધનથી બોલાવે છે.
નગરીનો રાજા ગુણપાલ છે. નામ પ્રમાણે ગુણ રહેલા છે. પ્રજા ઘણી સુખી છે. રાજા તરફથી કોઈ પ્રકારનો રંજાડ નથી. સુખ શાંતિ અનુભવે છે. કોઈ વાતે પ્રજાને દુઃખ નથી. ધનધાન્યથી ભરપૂર છે. સુખસમૃદ્ધિ પણ અપાર છે. વેપારધંધા પણ સારા છે. માલણ પાસેથી નગરીની વાતો સાંભળીને વિમલયશે પોતાની કળા થકી પંખો બનાવવા વિચાર્યું. માલણ પાસે પંખાને યોગ્ય સાધનો મંગાવી લીધાં. વિમલયશ વીંઝણો બનાવવા લાગ્યો.
આ વીંઝણો દૈવી છે. તેનાં ફૂલ કરમાતાં નથી. બજારમાં જઈને તમારે વેચવાનો છે. પંખાની કિંમત સવાલાખ મુદ્રાની છે.
“આ પંખાનાં ફૂલો કદી કરમાતાં નથી. અને જે આ પંખાથી વાયુ નાંખે તેના સર્વ રોગ નાશ પામે છે. નવું જીવન પ્રાપ્ત કરે છે. અનેક પ્રકારના ઉપાયો કરવા છતાં જે રોગો શાંત ન થયા હોય તે આ પંખાના પવનથી શાંત થઈ જાય છે.” વીંઝણાની વિશેષતા સાંભળી હસતી હસતી માલણ પંખાને લઈને નગરમાં ગઈ.
દસ કોડીની કિંમતના પંખાનું મૂલ્ય સવા લાખ મુદ્રા. શું વાત છે? આજુબાજુવાળા પણ કિંમત સાંભળી હસવા લાગ્યા.
માલણ છોભીલી પડી.
શેઠના ઘરે પોતાનો પુત્ર રોગથી પીડાતો હતો. ઘણા ઉપાયો કરવા
મહાસતી સુરસુંદરી ચસ * 171