________________
ચિત્રિણી સ્ત્રી હંમેશાં કમરની શોભા કરે છે. શંખિની સ્ત્રી હંમેશાં પગની શોભા કરે છે.
પદ્મિની સ્ત્રીના વાળ સુંવાળા, લાંબા તેમ જ જથ્થામાં ઘણા હોય છે. હસ્તિની સ્ત્રીના વાળ ટૂંકા હોય છે.
ચિત્રિણી સ્ત્રીના વાળ જાડા, વાંકાચૂકા હોય છે. શંખિની સ્ત્રીના વાળ ડુક્કરની જેવા બરછટ વાંકા હોય છે.
પદ્મિની સ્ત્રી બાળ બચ્ચા, આદિ પરિવાર વચ્ચે રહે. હસ્તિની સ્ત્રી કુટુંબ પરિવારની પાછળ રહે.
ચિત્રિણી સ્ત્રી એકબીજાથી પૂંઠે લાગી રહે. શંખિની સ્ત્રી ઘર ઘર ભટકતી, ગણતી ફરે.
પદ્મિની સ્ત્રીને વહાલું તાંબલુ હોય. હસ્તિની સ્ત્રીને વહાલો હાર હોય. ચિત્રિણી સ્ત્રીને વહાલાં કપડાં હોય.
શંખિની સ્ત્રીને વહાલો કજિયો હોય. પદ્મિની સ્ત્રી માથામાં મોગો આદિ સુગંધિ તેલ નાંખે હસ્તિની સ્ત્રી માથામાં નાગરવેલનું તેલ નાંખે છે. ચિત્રિણી સ્ત્રી માથામાં ધૂપેલ નાંખે, શંખિની સ્ત્રી માથામાં ધૂળ નાંખે.
આ સંસારમાં ત્રણ વસ્તુ વહાલી હોવા છતાં તેના ઉ૫૨ વિશ્વાસ ન રાખવો. વૈરી, વિષધર અને વિરક્ત નારી. દુશ્મન દુભાય તો અગ્નિદાહ દે છે, સર્પને જો છંછેડ્યો તો પ્રાણ લઈ લે. વિરક્ત નારી પણ જે રૂઠી તો ઝેર આપવામાં અટકતી નથી. માટે વહાલા વહાલા કરતાં વહાલા ક્યારે વૈરી બની જાય છે તે ખબર પડતી નથી. વળી પણ આ જગતમાં વિશ્વાસ ન કરવા જેવી કેટલી વસ્તુ રહેલી છે. જેવી કે શૃંગી નામનું વિષ (ઝેર), અગ્નિ, પાણી, રાજા, તલવાર, વેશ્યા સ્ત્રી અને સોની. આ સાત ઉપર વિશ્વાસ ન કરવો. આ સાતનું ભરણપોષણ કરો. ઘણું સાચવો છતાં એ ક્યારેય પોતાનાં થતાં નથી.
નંદીશ્વર દ્વીપની યાત્રા કરવા ગયેલા ખેચરાય અને સુરસુંદરીએ મણિશંખ વિદ્યાધર પિતામુનિ મુખેથી સાંભળ્યું હતું કે સુરસુંદરીને સ્વામીનો મેળાપ બેનાતટ નગરે થશે. તે વચનને અનુસારે રત્નટી વિદ્યાધરે બેનને લઈને બેનાતટ નગરની બહાર બગીચામાં વિમાન ઉતાર્યું અને ભાઈબેન વિમાનમાંથી નીચે ઊતર્યાં. બેનને ઉપવનના લતામંડપમાં મૂકીને ભાઈ ઊભો છે.
170 * જૈન રાસ વિમર્શ