________________
કરનારો ૧૧. સભાને જીતનાર ૧૨. અહંકાર વિનાનો. ૧૩. ધર્મનું આચરણ કરનારા. ૧૪. સંતોષી હોવો જોઈએ. આ ચૌદ ગુણોથી યુક્ત વક્તા પણ સ્વર્ગ અને અપવર્ગ – મોક્ષને મેળવે છે.
ઉપર બતાવ્યા એ ગુણોથી યુક્ત વક્તા અને શ્રોતા ચતુર હોય તો ત્યાં શાસ્ત્રનો વાદવિવાદ અને વિનોદ કરવો પ્રમાણ છે. જેમ કે દૂધમાં સાકર ભળતાં તે દૂધ પીતાં અતિશય મીઠું લાગે છે. તેમ શાસ્ત્રની વાતોમાં આનંદઉલ્લાસ મીઠાશ આવે છે અને લાભ પણ ઘણા થાય છે. નીતિશાસ્ત્રમાં પાંચ પ્રકારે બાંધવ કહ્યા છે: ૧. માતાની કુક્ષિમાં જન્મેલ. ૨. સાથે ભણનાર. ૩. મિત્ર ૪. રોગમાં સેવા કરનાર ૫. રસ્તામાં વાતચીતનો મિત્ર. આ પાંચેય પ્રકારના ભાઈ કહ્યા છે. સુરસુંદરી રત્નજી વિદ્યાધર સાથે નંદીશ્વર દ્વીપના શાશ્વત જિનમંદિરે શાશ્વતા જિનેશ્વર પરમાત્માના દર્શન કરી રહી છે. ૮૪ આશાતનાઓને જાણતી, તે આશાતનાઓને ટાળતી, વિધિવત પરમાત્માના મંદિર ૧૦ પ્રકારની ત્રિકને સાચવતી તેમ જ પાંચ પ્રકારના અભિગમને સાચવતી થકી ભક્તિ કરી રહી છે. અંગપૂજા કરી, ત્યાર બાદ અગ્રપૂજા પણ કરી. હવે પછી ભાવપૂજા રૂપ પરમાત્મા સામે બેસીને ચૈત્યવંદન કરવા લાગી. રત્નજી હવે સુરસુંદરીને લઈ પોતાના પિતામુનિ ભગવંતની પાસે ગયો. બંને જણાએ વિધિવત વંદના કરી. મુનિનાં દર્શન થતાં સુંદરીનું હૈયું પુલકિત બની ગયું. મુનિભગવંતના સામે યોગ્ય જગ્યાએ બેઠા. મુનિ પણ યોગ્ય જીવ જાણી ધર્મને કહેવા લાગ્યા. નંદીશ્વર દ્વિપની એક ટેકરી ઉપર વૃક્ષ નીચે મુનિ ભગવંત આસન લગાવીને પોતાની સાધનામાં મગ્ન હતા. યોગ્ય જીવ જાણી મુનિ ભગવંત ઉપદેશ આપે છે. પાંચ પ્રકારના દાકારને જે આત્મસાત કરે છે તેને દુર્ગતિ ક્યારેય મળતી નથી. પાંચ દ. કાર ૧. દરરોજ યથાશક્તિ દાન કરો. ૨. જીવ માત્ર ઉપર દયા રાખો. ૩. ત્રિકાળ દેવની – જિનેશ્વરની પૂજા કરો. ૪. પાંચે ઈન્દ્રિયોનું દમન કરો. ૫. એટલે પાંચ ઇન્દ્રિયને કાબૂમાં રાખવી. પરમાત્માએ આદરેલી સર્વવિરતિ રૂપ દીક્ષાને આદરો. વળી પોતાના દેહને મિત્ર સરીખો હંમેશ માનવો, જ્યારે સ્વજનો પર્વ સમ કહ્યા છે. મિત્ર સમ દેહ – સાધન બનતાં તેની પાસેથી ઇચ્છિત એવો ધર્મ કરી લેવો જોઈએ.
જ્ઞાની મુનિભગવંત જ્ઞાનબળે સુંદરીને સાંત્વન આપતાં કહે છે – બહેન! તારા પૂર્વ કર્મનો ભોગવટો પૂરો થવા આવ્યાં છે. અશુભ કર્મ ઘણાં ક્ષય
168* જૈન રાસ વિમર્શ