________________
જ. મારી તાકાત તો એટલી છે કે તને અત્યારે મારી પણ નાંખી શકું છું. પણ હું તેમ કરવા ઇચ્છતો નથી. વિમલયશે ચોરને રાજાની આગળ હાજર કર્યો. રાજાને સોંપ્યો. રાજકુમારી તો પિતાને વળગી પડી. વિમલયશે કહ્યું : હું આપના આશીર્વાદથી બધું કામ પાર પાડીને આવી ગયો છું. ત્યાર બાદ વિમલયશે તેને સાચી સમજ આપી. રાજા આગળ હાથ જોડીને ચોરે ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી. વિમલયશે રાજાનો સેવક તરીકે રાખવાની વાત કરી. ચોર શાહુકાર બન્યો. અને રાજાનો સેવક બની ગયો. ત્યાર પછી રાજકુમારીની ક્ષમા માંગી. પ્રજાના હૃદયમાં આનંદ છવાઈ ગયો. ચોરની સાથે રાજાના માણસો ગુપ્ત સ્થાનમાં સાથે ગયા. જેનું જેનું ચોર્યું હતું તેનું તેને આપી દીધું. નગરમાં વિમલયશનાં યશોગાન ગવાઈ રહ્યાં છે. રાજા વિમલયશની વીરતા ઉપર ખુશ થયા. વિમલયશની પીઠ થાબડતાં કહે છે : હે મિત્ર! તમારા અપૂર્વ સાહસને બિરદાવું છું. આજથી તમે મારા રાજ્યના અર્ધા ભાગીદાર છો. અને મારી કન્યાના સ્વામી છો. રાજકુમારી તો વિમલયશને ઝંખતી હતી. અપૂર્વ સાહસ થકી વિમલયશે કુંવરીને મેળવી. કુમારીના અંતરમાં સ્નેહના સરોવર છલકાયા. પ્રીતિનાં રસઝરણાં ફૂટી નીકળ્યાં છે. રાજાએ ગુણમંજરીનાં લગ્ન ધામધૂમથી વિમલયશ સાથે કર્યા. વિમલયશે રાજા પાસે મૂકેલી શરતે ગુણમંજરીને પોતાના મહેલમાં રહેવુ પડ્યું છે. તે વિમલયશના મહેલમાં જઈ શકી નથી. તો સ્વામીનાથ વિમલ પણ તેને મળવા આવી શક્યા નથી. પુણ્યોદયે વિમલયશ ઉર્ફે મહાસતી સુરસુંદરી પોતાના આવાસે નિરાંતે બેઠી છે. ઊંડા ભૂતકાળમાંથી વર્તમાનમાં વિચારે છે. સાત કોડીએ બેનાતટ નગરનું અર્ધું રાજ્ય મેળવ્યું. બાલ્યકાળમાં મારા એ શબ્દો આજે આંખ આગળ સાકાર થઈને રહ્યા છે.
આ અવસરે એક દિવસે બેનાતટના દરિયાકિનારે સુંદરીનો પ્રિય સ્વામી ઘણા મહિનાએ યાત્રા કરી પ્રવાસ ખેડીને આવ્યો છે. રત્નદ્વીપની સફળ યાત્રા કરીને પોતાના વતન તરફ જતાં અહીં બેનાતટે આવવાની ઇચ્છા નથી. પોતાના વહાણોમાં ભરેલો માલ છે. તેનું દાણ ચૂકવીને અહીંથી આગળ જલદી જવું છે. પણ અહીંના નિયમના કારણે વહાણ સીધા જઈ શકતાં નહોતાં. અનિચ્છાએ પણ અમરકુમાર વૃદ્ધ મુનીમજીના કહેવાથી રિઝવવા ભેટલું લઈને રાજદરબારે આવ્યો.
પરિવારથી યુક્ત અમરકુમારે રાજાના ચરણે નજરાણું મૂક્યું. રાજાની 174 * જૈન રાસ વિમર્શ