________________
છતાં દાહજ્વર શાંત થતો ન હતો. તેની લાંબા કાળની બીમારી હતી. તે પંખાના પવનથી દૂર થઈ. શરીરનું પરિવર્તન થવા લાગ્યું. દર્દીએ આંખ ખોલી. પંખાનો આવો ચમત્કાર જોઈને શેઠના આશ્ચર્યનો પાર ન રહ્યો. થોડી વારમાં દીકરો નીરોગી થયો.
શેઠે તરત જ માલણને સવા લાખ મુદ્રા ગણી દીધી. નોકર પાસે થેલી લેવરાવી. માલણને માન આપી બગીચામાં તેના સ્થાને પહોંચાડવા મોકલ્યો. શેઠ તો જાણે સાક્ષાત્ દેવ આવ્યા ન હોય તેમ માનવા લાગ્યા.
શેઠ કહે: મહારાજ! મારા પુત્રને સારું છે. મૃત્યુના મુખમાંથી બચી ગયો છે. ચમત્કારિક પંખાના પ્રભાવે. એમ કહી ખેસમાંથી દૈવી પંખો આપતા કહ્યું. રાજન! આપને ભેટ ધરું છું. અને પંખાના ગુણોની વાત કહી. ગુણો સાંભળી રાજા પણ હરખાયો.
રાજાએ પોતાના માણસો મોકલી બગીચામાંથી માલણને બોલાવી, રાજાએ માલણનો આદરસત્કાર કરીને પૂછ્યું “હે માલણ! પંખો તમે ક્યાંથી મેળવ્યો? પંખો બનાવનાર કોણ છે?” માલણ કહેઃ હે મહારાજ! સાંભળો, મારા આવાસે પરદેશી ગુણવાન એક નવયુવાન આવ્યો છે. જેનું નામ વિમલયશ છે. પોતાની કળાથી આ પંખો બનાવ્યો છે. રાજાએ દૈવી પંખાના સર્જક વિમલયશને માનસહિત સભામાં લાવવા માટે બોલાવવા પોતાના માણસોને પાલખી લઈને મોકલ્યા.
રાજા કહેઃ “હે કુમાર! તમારી દૈવી કળાને જોઈને હું ખૂબ પ્રસન્ન થયો છું. આપના જેવા વિદ્યાવંત પુરુષો ધન્યવાદને પાત્ર છે. આ સાંભળી વિમલયશ બોલ્યો : “રાજન! આપનું હૃદય ગુણપૂજક છે. તેથી મારા જેવા દુઃખી યુવાનને આપે સન્માન આપ્યું.” હે પરદેશી કુમાર! તમારી કળાને જોતાં હું ઘણો ખુશ થયો છું. માટે માંગો? તમે કંઈ પણ માંગો? હું વચન આપું છું કે માંગશો તે આપીશ.
કુમાર કહે: રાજન! આપનો આગ્રહ છે તો મને તમારા નગરના માંડવી” જકાતનાકાના અધિકારીની જગ્યા જોઈએ. એ જગ્યા આપો.
પરદેશી કુમાર પોતાની યશ અને કીર્તિ વિસ્તારવા લાગ્યો. જકાતમાંથી મળતા દ્રવ્યને ધર્મસ્થાને વાપરવા લાગ્યો. ખરેખર ધર્મથી સકલ વાંછિત પ્રાપ્ત થાય છે. અહીંયાં કુમાર સુખે રહેવા લાગ્યો. આમ અનુક્રમે કેટલાંયે દિવસો આનંદ અને સુખમાં વીતવા લાગ્યા. ખરેખર! પુણ્યથી આ જગતમાં
172 * જૈન રાસ વિમર્શ