________________
વિમલવાહન જીવંત છે. તે ટૂંક સમયમાં નગરમાં આવશે.” શત્રુ રાજાએ આ વાતને હસીને ઉડાવી દીધી. શું મૃત્યુ પામેલા કદી જીવંત થાય ખરા?
ચોપાઈ : ૧૦ અજાપુત્રે વિજયનગરમાં પ્રવેશવા ગુટિકાના પ્રભાવે વિશાળ ભારંડપક્ષીનું રૂપ ધારણ કર્યું. વિશાળ કાયા બનાવી, સૌને પાંખ પર બેસાડી વિદ્યુતવેગે તેઓ ઊડીને નગરમાં પ્રવેશ્યા. વિજયપુરમાં આગમન થતાં જ રાજકુમાર સૌ પ્રથમ પોતાની માતાને મળ્યો. માતાએ પુત્રને અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યા. રાજકુમારને જોઈ શત્રુ રાજા દિમૂઢ બન્યો. રાજકુમાર વિમલવાહને તેને યુદ્ધ કરવા માટે લલકાર્યો. અજાપુગે યુદ્ધ માટે હાથીમાંથી નર બનેલાને સરોવરમાં પાણી પીવડાવી ફરી હાથી બનાવ્યો. તે હાથી પર બેસી રાજકુમારે શત્રુ રાજ સાથે યુદ્ધ કર્યું. શત્રુ પક્ષના જાનવરો
જ્યારે પાણી પીવા આવ્યા ત્યારે તે પાણીમાં અજકુમારે દિવ્ય ચૂર્ણ ભેળવ્યું. તે પશુઓ માનવમાં પરિવર્તિત થયા. દિવ્ય ઔષધિના પ્રભાવે સર્વ માનવોએ અજકુમારનું આધિપત્ય સ્વીકાર્યું. બન્ને પક્ષે ઘમાસાણ યુદ્ધ થયું. કવિએ અહીં યુદ્ધનું આબેહૂબ વર્ણન કર્યું છે.
ગજ સાથે તો ગજ આથડે, રથ સહામાં રથ રણ લડે; પાલે પાલા વલગે બાથ, આઉધ ઉછલે નિજ હાથ...૩૧૦ તરૂઆરે રણ તાલી પડે, સુરાને તન સુરાતન ચડે.
અંતે શત્રુપક્ષની હાર થઈ. રાજકુમાર વિમલવાહનનો રાજ્યાભિષેક થયો. તેણે અજાપુત્રનું અભિવાદન કર્યું. અજાપુને એક લાખ સૈનિકો સાથે પોતાના વતન તરફ પ્રયાણ કર્યું. કવિ હવે ચંદ્રપીડ રાજાની વાત કહે છે.
ઢાળઃ ૯ જીવનની સંધ્યાએ ચંદ્રપીડ રાજાએ નિમિત્તકને બોલાવ્યો. નિમિત્તકે કહ્યું, “જે પુરષ લાખ સૈનિકોની સાથે અહીં આવશે તે તને મારીને રાજા થશે.” ચંદ્રપીડ રાજાનો પ્રધાન જેને રાજા સાથે અણબનાવ થવાથી દેશ છોડી ચાલ્યો ગયો હતો, તે અજાપુત્રને મળ્યો. તેણે અજાપુત્રને મદદ કરવાનું વચન આપ્યું. અજાપુત્રે તેને લશ્કરનો સેનાપતિ બનાવ્યો. અજાપુત્ર
જ્યારે ચંદ્રાનન શહેરની નજીક પહોંચ્યો ત્યારે તેણે મંત્રીને વેશપલટો કરી નગરચર્યા કરવા મોકલ્યો. મંત્રીએ નગરના મુખ્યમંત્રી અને સુભટોને પોતાના પક્ષમાં લીધા. હવે અજાપુત્રનો પક્ષ મજબૂત બન્યો. બન્ને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. બળહીન ચંદ્રાનન રાજા સમરાંગણ છોડી નાઠો. તેનું નાક અને માથું કપાયું. કાયર, ચંદ્રાનન રાજાનું મુખ કાળું થયું. તે સંદર્ભમાં કાળા મુખવાળા
કવિ ઋષભદાસ કૃત “અજકુમાર રસ +91