________________
મહાસતિ ઋષિદના રાસ કિરીટકુમાર જયંતીલાલ શાહ
શ્રી જીન શાસનમાં પૂર્વે થઈ ગયેલા મહાપુરુષો અને મહાસતીઓના આદર્શ જીવનની યશોગાથા આપણા પૂર્વધરો આ શ્રુતધરો દ્વારા આપણે જાણી શકીએ છીએ. તેમાં આ મહાસતી “ઋષિદરા રાસ” ના રચયિતા પૂ.આ. ભગવંત શ્રી જયવંતસૂરિ મહારાજ સાહેબે સંવત ૧૬૪૩માં આ રાસની રચના કરેલ છે. આ રાસના અનુવાદિકા પૂજ્ય વિનિતયશાશ્રીજી મહારાજ સાહેબ છે, જેઓ શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ મહાપ્રભાવશાળી બાલ બ્રહ્મચારી પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના સૌભાગ્ય સંપન્ના પૂજ્ય સૌભાગ્યશ્રીજી મ.સા.ના પ્રશિષ્ટા ગુણગૌરવશાલિની પૂ.ગુણશ્રીજી મ.સા.ના સુશિષ્યા પૂ. પ્રવીણાશ્રીજીના સુવિનિત શિષ્યા થાય.
ભવ્ય જીવોને બોધ પમાડવા માટે પૂજ્ય શ્રી ગણધર ભગવંતોએ ધર્મકથા સાહિત્યને સ્થાન આપ્યું છે. જે ધર્મબોધના સાધન તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ ધર્મકથા અસાર સંસારમાં વિષયકષાયમાં ડૂબેલા આત્માઓને કામુકતામાંથી સાત્ત્વિકતા તરફ અને અનાચારમાંથી આચાર તરફ લઈ જાય છે.
જૈનશાસનના ગગનમાં ટમટમી રહેલા મહાપુરુષો અને મહાસતીઓ રૂપી તારકોનાં જીવન સંદેશાઓ દર્શાવતી આ ધર્મકથાનું મહત્ત્વ જેને સમજાય તેના જીવનમાંથી કર્મકથા તિલાંજલિ લે છે અને ધર્મકથાનો પ્રભાવ પડતા તેનું જીવન પરિવર્તન પામે છે. એટલે કે વ્યક્તિમાંથી વિરલા અને વિરલામાંથી વિશ્વવિભૂતિ બનવાનો આદર્શ પ્રાપ્ત થાય છે.
આપણા પૂર્વાચાર્યોએ રચેલા કથાગ્રંથોની ભાષા સંસ્કૃત, પ્રાકૃત કે બ્રાહ્મી લિપિમાં હોવાથી સામાન્યજનો સમજવા સુલભ નથી હોતા. તે પછીના મહાપુરુષોએ તે ધર્મકથાઓને સરળ શૈલીમાં રાસરૂપે રજૂ કરેલ છે. તેમાં આ મહાસતી ઋષિદત્તા રાસની પણ રચના કરવામાં આવી છે.
વૃદ્ધ તપાગચ્છની પરંપરામાં આવેલા વિનયમંડન મ.સા.ના શિષ્ય બાલ બ્રહ્મચારી, કવિરત્ન પૂ.આ. ભગવંત જયવંતસૂરિજી મ.સાહેબે સંવત ૧૬૪૩માં આ ઋષિદત્તાના રાસની રચના કરી હતી.
મહાસતિ ત્રષદના રાસ +119