________________
અને ચાલીસ હજાર સાધ્વીઓ હતા. પ્રભુને જોઈને વનપાલક કષ્ણ પાસે દોડ્યો અને વધામણી દીધી. કૃષ્ણ પોતાના આસનેથી ઊઠ્યા, ને પ્રભુની દિશામાં સાન-આઠ પગલાં સામા ગયા, વંદન કર્યું, નોકર પાસે કોમુદભેર વગાડાવ્યું. જે સાંભળીને નગરજનો પ્રભુનાં દર્શન માટે સજ્જ થયાં. આમ વિવિધ રીતે વિચારી નર-નારીનાં વૃંદોએ પાંચ અભિગમ સાચવીને નેમજીને વંદન કર્યું. કૃષ્ણ અને બલરામ ગજસુકુમાળને લઈને પ્રભુ પાસે આવી, વિધિપૂર્વક વંદન કરી, યોગ્ય સ્થાને બેઠા. એમનો ધર્મોપદેશને સાંભળી અનેક નરનારી બોધ પામ્યાં. વતો અંગીકાર કર્યો, અને વ્યાખ્યાન પૂરું થતાં કૃષ્ણ વંદન કરીને આવ્યા હતા તેવા પાછા ગયા, પરનું પ્રભુની વાણી સાંભળીને ગજસુકુમાળ પ્રતિબોધ પામ્યા. ઘરે આવીને કહેવા લાગ્યા.
વાણિ શ્રી જિનરાજ - તણિ કાને પડિ. અંતર હૈયાની આંખ આજ મારિ ઉઘડી...
આ વાણી અને દૂધ સાકર ને દહીં જેવી મીઠી લાગે છે મને દીક્ષા લેવાની અનુમતિ આપો... પ્રભુએ વર્ણવેલો ધર્મ મને રુચ્યો છે. ખરે જ આ સંસાર ધૂળ જેવો અસાર છે, પછી વિસ્તારથી ગજસુકુમાળે પ્રભુના ઉપદેશોનો સાર માતાને વર્ણવી બતાવ્યો.
પુત્રના શબ્દો સાંભળી દેવકી ઝળઝળી ઊઠી ને મૂછવશ થઈ. પુત્રે ઠંડો પવન નાખતા; એ જગૃત થઈ અને પુત્ર સામે ટગરટગર જોઈ રડવા લાગી અને તેને અટકાવતી કહેવા લાગી કે તું મારું જીવન અને પ્રાણ છે. મારી અંધાની લાકડી છે. સંયમ પાળવો મહાદુષ્કર છે. આના પ્રત્યુત્તરરૂપે ગજકુમાળ બોલ્યા. મા, કાયર પુરુષ દીક્ષાનાં દુઃખોને દુઃખ ગણે. હે માતા! આવી વાત કરી મને ઠગો છો શા માટે? એના પ્રત્યુત્તર રૂપે કહે છે કે મા, હું ઉત્સાહરૂપી બખ્તર પહેરી, પરાક્રમરૂપી ધનુષ હાથમાં લઈ, સ્થિરતારૂપી પણછ પર વૈરાગ્યરૂપી બાણ ચડાવી સામાવળિયાને પ્રથમ ઘાએ જ હણીશ. દેવકીએ કહ્યું: “હે પુત્ર! તું પહેલાં સંસારનો ભોગ ભોગવી લે, તે પછી સંયમ લેજે. માતાનું વચન સાંભળી પુત્ર કહે છે કે હે માતા એ વિષયરસ જન્મ-મરણરૂપી દુઃખનો દાતા છે, ધર્મ ન સાધનાર મનુષ્ય નરકને પામે છે. સંસારમાં તો જેવાં કર્મ કરીએ તેવું પામીએ. હું આ પૂર્વે અનંતવાર અવતરીને મર્યો છું. આ પંક્તિ આપણે શંકરાચાર્યનું સ્મરણ કરાવે છે: “પુનરપિ મરણમ્ પુનરપિ જનન, પુનરપિ જનની જઠરે શયનમ્.” 136 જૈન રાસ વિમર્શ