________________
ધન્નાના ભુવને પહોંચ્યા, ત્યાં તેમણે કરુણ છતાં ક્રોધભેર આજીજીઓ વર્ષાવી ધનાની આંખો પલળી. તેણે પિતાને ભુવનની અંદર તેડાવ્યા. તેની સમીપ તેણે પોતાનું સ્વરૂપ ખોલ્યું. પિતા હર્ષથી ઘેલા બન્યા. ધન્નાએ તેમને ત્યાં જ રોક્યા.
તે પછી ધનાની માતા આવી, તેના ભાઈ આવ્યા. તે સર્વને ધન્નાએ પોતાના ત્યાં રોક્યા.
છેલ્લે ધનાની ભાભીઓ આવી તેને ધન્નાએ તુચ્છકારી કાઢી. રાજવી શતાનીક પાસે પહોંચી. રાજવીએ ધન્નાને ન્યાયથી વર્તવા આજ્ઞા મોકલી. પણ ધન્નાએ પોતાની પર આજ્ઞા મોકલવાના રાજવીના હક્કને સ્વીકારવાની ના પાડી.
શતાનીક ક્રોધે ભરાયો. તે સૈન્ય લઈ ધનાને કેદ કરવા આવ્યો. ધન્ના પણ સામંત રાજવી હતો. તે પોતાના સૈન્ય સાથે શતાનીક સામે ગયો. બન્ને વચ્ચે તીક્ષ્ણ યુદ્ધ થયું. ઘરડો શતાનીક જમાઈના હાથે હારી ગયો. તેના અંતરે વ્યથા ઉભરાઈ.
પણ મંત્રીઓએ અંતે માર્ગ કાઢ્યો. ધન્નાની મહત્તા તેઓ સમજતા હતા. તેના આવા વર્તન પાછળ તેમને કંઈક ગૂઢ આશય લાગ્યો. ધન્નાના પૂર્વ જીવનને તેઓ જાણતા નહોતા. ધનાની ભાભીઓને તેણે તેમનો વૃત્તાંત પૂછડ્યો. ભાભીઓને તે ઝીણવટથી ગાઈ બતાવ્યો. મંત્રીઓએ ધનાને તેમનો ગુમ થયેલો દિયર હોવા સંભવિતતા દર્શાવી.
ભાભીઓએ તેમના કથન પર શોધખોળ આરંભી. ધનાના પગ ધોઈ તેમણે તેનાં અંગલક્ષણ પારખાં. દિયરને તેમણે ઓળખી કાઢ્યો. ધન્નાએ પ્રથમ તેમને ગભરાવી, પણ પછી તેમનું ઘટિત સન્માન કર્યું.
શતાનીકને કાને આ વિગત પહોંચી. તેણે ધન્નાને મિત્રભાવે રાજભવને તેડ્યો. ધન્નાએ તેમને સ્નેહ – વિનયથી પોતાનો આશય સમજવ્યો.
“રાજન! મારા ભાઈ નબળા ને બુદ્ધિના કચાશભર્યા છે. ભાભીઓ તેમને નચાવે છે. મેં ઘણી વાર તેમનો ગર્વ સાચવ્યો. સારું સર્વસ્વ તેમને સમપ હું દેશવટે ચાલી નીકળ્યો પણ તેમનાં ભાગ્ય કાચાં છે. લક્ષ્મી તેમનાથી દૂર ભાગે છે. હું નમતું તોળું તો તેઓ લક્ષ્મીમાં ભાગ માગે છે, ને તે લઈ, તેને ગુમાવી, તેઓ દુઃખી થાય છે. રાજગૃહીની મારી અખૂટ સંપત્તિ તેમની પાસેથી ચાલી ગઈ. એટલે તેમના જ સુખને ખાતર મેં સખ્ત હાથે કામ
ધન્ના રાસ +145