________________
મહાસતી સુરસુંદરી રાસ
ડૉ. પ્રવીણ સી. શાહ
શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કન્ધ – સ્વરૂપ, પરમતારક, ભવોદધિ તારક મહામંત્ર શ્રી નવકારમંત્રના અલૌકિક મહિમાને વર્ણવતો અને બ્રહ્મચર્યવ્રતના પાલનથી થતા આત્મ-લાભને આલેખતો કાવ્યગ્રંથ એટલે સુરસુંદરીનો રાસ. શીલ-સદાચારને નિષ્ઠાથી વળગીને જીવનારા આત્માને કેટલી અને કેવી આકરી કસોટીઓ તથા યાતનાઓમાંથી પસાર થવું પડે છે, અને ક્યારેક તો આ યાતનાઓ કેટલી બધી મર્માન્તક અને જીવલેણ હોઈ શકે છે, અને છતાં દઢ નૈષ્ઠિક આત્મા કેવો ઘોર વર્ષોલ્લાસ ફોરવીને કેવો હેમખેમ એ યાતનાઓમાંથી બહાર નીકળી જાય છે, તેની હૈયાને હલબલાવી મૂકે અને ભલભલાને થીજવી મૂકે તેવી કથા એટલે મહાસતી સુરસુંદરીના જીવનની કથા.
મહાસતી સુરસુંદરીના જીવનની કથા આપણા જૈનશાસનની એક જાણવા જેવી ખૂબી છે. જૈન ઇતિહાસમાં નહિ પરણેલ અને બાલ બ્રહ્મચારિણી જ રહેલ મહાસતીઓનો મહિમા અને નામોલ્લેખ મળે છે ખરો, પરંતુ તેના કરતાં પરણેલ હોય અને પોતાનું સઘળું જીવન (સાંસારિક જીવન) મન-વચનકાયાથી પતિવ્રતાધર્મના અણીશુદ્ધ આરાધનામાં જ વિતાવ્યું હોય અને મનથી જ નહિ, પણ સ્વપ્નમાં પણ પરપુરુષ તરફ આકર્ષાઈ ન હોય, તેવી શીલવંત મહાસતી શ્રાવિકાઓનો મહિમા અને નામ-યાદી ઘણી મોટી જોવા મળે છે. આ સૂચવે છે કે બ્રહ્મચર્ય મહત્ત્વનું છે, પરંતુ નિષ્ઠા તો તેથીયે અનેકગણી અગત્યની છે. સીતા, દ્રૌપદી, કુંતી, શીલવતી, દમયંતી, મૃગાવતી, સુલસા, ઋષિદત્તા, અંજના, પ્રભાવતી, રુક્ષ્મણી – આવાં તો અઢળક નામો જૈનગ્રંથોમાં મળે છે કે જેઓ પરિણીત હોય, ઘરસંસારી જ હોય અને છતાં જેમની ગણના મહાસતી તરીકે થતી હોય અને બહુશ્રુત ગુરુભગવંતો પણ જેમના ગુણ ગાવામાં પોતાને કૃતાર્થ અનુભવતા હોય. આનું એકમાત્ર કારણ સ્વધર્મે – પતિવ્રતધર્મમાં અડોલ-અડગ નિષ્ઠા અને સાથે સાથે એવી જ દૃઢ ધર્મશ્રદ્ધા.
મહાસતી સુરસુંદરી આવી જ એક શ્રદ્ધાવંત અને અડગ નિષ્ઠાવંત શ્રાવિકા છે. આ મહાસતીનું ચરિત્રાલેખન અત્યંત રસપ્રદ, રોચક, ઘટનાસભર
મહાસતી સુરસુંદરી રાસ +151