________________
રહ્યા છે. વિવેકી વિદ્યાર્થીઓ પોતાના બુદ્ધિબળે એકએક પ્રશ્નના ઉત્તર વિવેકપૂર્વક આપી રહ્યા છે. સભા સાંભળીને આશ્ચર્યમુગ્ધ બની જાય છે. રાજાની સભાએ લેવાયેલી પરીક્ષામાં પોતાના બંને વિદ્યાર્થીઓએ રાજા અને પ્રજાને આનંદ કરાવ્યો. જાણી અધ્યાપક ઘણા જ રંજિત થયા. બંને વિદ્યાર્થીઓને ભણાવવામાં કરેલો પુરુષાર્થશ્રમ સફળતાને પામ્યો. રાજા પણ આનંદ પામ્યા.
- પરિવાર આદિ પણ ઘણા ખુશ થયા. રાજા-રાણી પોતાની એકની એક લાડકવાયી કુંવરીનું અમરકુમારને પસંદ કરી કન્યાદાન કરે છે. ત્યાં હસ્તમેળાપ કરાવે છે. આડંબરપૂર્વક મોટા મહોત્સવે શ્રેષ્ઠિપુત્રનાં ધામધૂમથી લગ્ન થયાં. કુમાર કહે – હે પિતાજી! આ ધન-માલ મિલકત આપની છે. પિતાના પૈસે મોજમજા ઉડાડનાર દીકરાને ધિક્કાર છે. તેનું જીવિત પણ ધૂળ છે. માટે પુણ્યને અનુસારે નસીબ અજમાવવા જુદાજુદા પ્રકારના ચરિત્ર આશ્ચર્યોને જોવાને માટે દેશપરદેશ જોવું જ છે. આ પ્રમાણે અનુજ્ઞા મેળવી, રજા મેળવી અમર સુરસુંદરી પરદેશ જવા તૈયાર થયાં છે.
આ ચરિત્રમાં આવે છે કે કેવા ગુણોથી શત્રુ પણ મિત્ર થઈને રહે છે. સિંહનો એક ગુણ (૧) બગલાનો એક ગુણ (૨) ચરણાયુધ (કૂકડાના) ચાર (૪) વાયસ-કાગડાના પાંચ ગુણ (૫) કૂતરાના છ ગુણ (૬) ગધેડાના ત્રણ ગુણ (૩) પ્રધાનના ચાર ગુણ (૪) એમ મળીને (૨૪) થાય. વળી હંસ, મોર, હરણ, માછલું, માળી, શિયાળ, કોયલ અને લુહાર આમ આઠનો, દરેકની પાસેથી એક એક ગુણ, એમ ૮ ગુણો મળી કુલ ૩૨ ગુણો થાય.
સિંહને સાહસિક ગુણ ગણાવ્યો છે. તે ગુણથી સિંહ જંગલમાં નિર્ભયપણે એકલો રહે છે. સાહસિકતાના ગુણને ગ્રહણ કરજે. બગલો : પોતાની ઇન્દ્રિયોને ગોપવી એકધ્યાનમાં સ્થિર રહેવા રૂપ ગુણ બગલામાંથી લેવાનો છે. કોઈ પણ કાર્યમાં એકલીનતારૂપ ગુણ જણાવ્યો છે. કૂકડો ચાર ગુણો (૧) બ્રહ્મ મુહૂર્ત એટલે ચાર ઘડી એક કલાકને ૩૬ મિનિટ) બાકી રહે રાત ત્યારે ઊઠવું (૨) દુમનનો યોગ થતાં લડી લેવું (૩) કુટુંબની સાથે બેસીને જમવું () બળના પ્રમાણમાં ભોગ કરવો. કાગડો : પાંચ ગુણો (૧) મૈથુન ગુપ્ત રીતે કરવું (૨) અવસરે રહેવા માટેનું મકાન-સ્થાન તૈયાર કરી લેવું. (૩) પ્રમાદ ન કરવો (૪) ધૃષ્ટ બનવું (૫) કોઈથી છેતરાવું નહિ. કૂતરો : છ ગુણો (૧) નિદ્રાની અલ્પતા (૨) જાગૃતિ (૩) શૌર્ય (જી સ્વામીભક્તિ
મહાસતી સુરસુંદરી રાસ +155