________________
જાય છે ત્યાં તો તેની કટારી અટકી. રૂપે રંભા સરખી સ્ત્રીને જોઈ આશ્ચર્ય પામી ગયો. માછીમારને પણ દિલ હતું. દિલમાં દયા ઊભરાઈ. સ્ત્રીને જોતાં હળવેકથી સ્ત્રીને બહાર કાઢીને જોયું. સ્ત્રી બેભાન હતી. મૃત્યુ પામી નહોતી. સુરસુંદરીને નવું ચેતન આવ્યું. ભાનમાં આવતા ભગવાનને પહેલાં વાદ કર્યા. તેની પાછળ તરત પોતાનો પતિ પણ યાદ આવ્યો. આજુબાજુ રહેતા ધીવરો ત્યાં ભેગા થઈ ગયા. સુંદરીને સૌ જોઈ રહ્યા છે. સુરસુંદરી પૂછે છે કે હું ક્યાં છું? ધીવરે કહ્યું! બેન ગભરાઈશ નહિ. ભગવાનની દયાથી તમે બચી ગયાં છો. ધીવરને થયું કે આ રમણી તો રાજાને ત્યાં શોભે, મારે ત્યાં નહિ તેથી તેને લઈ જઈને રાજાને ભેટ ધરું. રાજાને ભેટ ધરવાથી મોટું ઈનામ આપશે. આવું વિચારીને ધીવર રાજાને ત્યાં પહોંચ્યો ને રાજાને ભેટ ધરી. રાજાએ સુંદરીની આખી કથા સાંભળી. ત્યકતા સ્ત્રી છે. જુવાન સ્ત્રી છે. દુઃખ હળવું થયે હું કહીશ તે પ્રમાણે તે માની જશે.
રાણી બોલી : સુર! તમે શિયળ માટે જે અહીં રહ્યા હો તો તમારે ચારિત્ર જખમમાં ન મુકાય. માટે જ અત્યારે તમને કહેવા આવી. સુરસુંદરી કહે: બેન – તમારો ઉપકાર ક્યારેય નહિ ભૂલું. હું હવે અહીં શું કરું! રાણી કહે: તું ચિંતા ન કર. હું તને ગુપ્ત સહાય કરીશ તો સાંભળો! અહીંથી તમે મારા મહેલના પાછળના રસ્તે ભાગી જાઓ. રાજા આવતાં પહેલાં તમે રવાના થઈ જાઓ. જો રહેશો તો રાજા તરફથી ઘણાં જ દુઃખો પામશો. મારી દાસી તમને નગર બહાર મૂકી જશે. દાસી અને સતી ધીમા પગલે મહેલના પાછળના ગુપ્ત ભાગે બહાર સહીસલામત નીકળી ગયાં. નગરની બહાર નીકળી દાસી કહેવા લાગી – બેન! રાણી સાહેબના કહેવા પ્રમાણે તમને સલામત અહીં સુધી લઈ આવી. પણ અહીંથી પાછી વળીશ. તમે આ સીધા માર્ગે ચાલ્યા જજો. વનવગડાની વાટે, અંધારી રાતે, શિયળ અને સાહસ સાથે નવકારમંત્રના જાપ સાથે, માર્ગને વિષે ચાલી જાય છે. સુંદરી જે માર્ગેથી ચાલી જાય છે. તે ઉજ્જડ માર્ગે ધાડપાડુ ચોરની ટુકડી બીજી કેડીએથી સતીના માર્ગમાં બરાબર ભેગી થઈ ગઈ. ત્યાં સતીના હાથે ચમકતા હરિવલયોને જોતા એક નજરની નજર, જતી સુંદરી ઉપર પડી. ચોર કહે: હાથમાં શું ચમકે છે! સુર કહે – લ્યો ભાઈ! તમારે જોઈએ તો આ લઈ
લ્યો. પણ મને જવા દો. એમ કહી સતીએ હાથમાંથી કંકણ કાઢીને આપી દીધાં. કંઠે પહેરેલી મોતીની માળા પણ આપી. છતાં સતીને જવા ન દીધી.
મહાસતી સુરસુંદરી રસ 163