________________
ત્યાં સુધી કંઈ જ કહેશો નહિ. દુઃખ વિસરે પછી તમે જે કહેશો તે કરીશ.
આ દુર્જનના સંગે મારા શિયળનું શું! ખરેખર જગતમાં કામીજનો દુર્જન કહેવાય છે. તેના સંગથી મારા શિયળની હાનિ થશે. હે દેવ! હું શું કરું! ખરેખર! આ જગતના લોકો અગિયારના સંગથી વિનાશને પામે છે. ૧. કુમંત્રીથી રાજા ૨. લોભ થકી મુનિવર, ૩. વખાણ કરવાથી પુત્ર પુત્ર ઉદ્ધત થાય) ૪. વિદ્યા વિનાનો બ્રાહ્મણ (અજ્ઞાનતાથી બ્રાહ્મણ) ૫. કુપુત્રથી કુળ ૬. ઈર્ષા દ્વેષથી મિત્રતા ૭. દારૂના આશ્રયથી સેવનથી) લજ્જા, ૮. માલિક વગરનું ખેતર ૯. પતિ વિનાની પત્ની (વ્યાભિચારિણી બની જાય) ૧૦. પ્રમાદ થકી ધન ૧૧. દુર્જનની સેવાથી શીલ-વિનાશ થાય છે. માટે આ અગિયારનો સંગ ન કરવો. વળી નાના એવા છિદ્રથી ઝલ્લરી, ઝાલર પણ મોટા દુઃખને પામે છે. વિદ્યા અને ધનથી શોભતો ધનવાન પણ જે દુષ્ટ-દુર્જન હોય, મણિથી શોભતો ફણીધર આ બધાનો ક્યારેય વિશ્વાસ ન કરવો. આ સર્વથી ડરીને દૂર રહેવું. હાથીથી હજાર હાથ, ઘોડાથી દસ હાથ, ગાંડાથી પાંચ-સાત હાથ દૂર રહેવું. પણ દુર્જન થકી તો પરદેશ ઘણા દૂર રહેવું. ક્યારેય નજીક ન રહેવું. સુરસુંદરીએ ત્રણ દિવસની અવધિ માંગી લીધી. ત્રણ દિવસમાં અક્કા મળવા પણ આવી નથી. તે તક લઈને સુંદરીએ અહીંથી નાસી જવાનો ઉપાય વિચાર્યો અને સુરસુંદરીએ વૃદ્ધ ચોકિયાતની સહાયથી ઝાંપાની બહાર નીકળી ગઈ. સતીએ છૂટ્યાનો શ્વાસ લીધો. હૈયે ટાઢક થઈ. વૃદ્ધ ચોકિયાતને પણ દયા આવતા ગામની બહાર સુધી મૂકીને બીજે ગામે જવાનો રસ્તો બતાવી ઘરે પાછો વળ્યો.
જેન સિદ્ધાંતોને જાણતી, પળેપળે નવકારને ગણતી છતાં હૈયે હિંમત હારી ચૂકી છે. એક શીલને માટે જ્યાં જાય ત્યાં શીલને માટે જે ભયંકર સંકટો ઊભાં થતાં. તેથી હવે મનથી નિશ્ચય કરી શાસન દેવતાને યાદ કર્યા. સરોવરનાં અધિષ્ઠાત્રી જળ દેવીને પણ યાદ કરી. સતીએ સરોવરમાં ઝંપાપાત કર્યો. પડતાંની સાથે સતી તો પાણીમાં અદશ્ય થઈ ગઈ. મોટા મગરના મુખમાં જઈને પડી. મોટો શિકાર મળતાં મગર સતીને ગળી ગયો. મોટી મોટી દાઢોને દંત હોવા છતાં સતીને એક પણ દાંત દાઢ વાગી નહિ. ને એક કોળિયામાં મગરે પેટમાં ઉતારી દીધી. કેવી દશા! કુદરતે કરી ને આ મગર જ માછીમારની જાળમાં ફસાઈ ગયો. માછીમારના કેડે કટારી હતી. જળમાં રહેલા મગરને કટારીથી છેદી નાખ્યો. મગરના શરીરના ટુકડા કરવા
162 * જૈન રાસ વિમર્શ