________________
ક્યારે આવી ઊભો ખબર નથી. અમરને સંભારતી, કર્મને વિદારતી, સતીનાં આંખે આંસુ ઊભરાયાં. શેઠ પૂછવા લાગ્યો – સુંદરી રડવાનું કારણ! હાથીના સૂંઢથી છૂટી આવી પડી તમારા વહાણમાં શેઠ! કોઈને સતાવવાથી સુખી થવાતું નથી. આ રીતે પૂર્વે થયેલી શેઠની દશાને કહી રહી છે. સુરસુંદરીના તે શબ્દોની ઘેરી અસ૨ થઈ. બોલે છે : બહેન! મને ક્ષમા કરો. મારા જાગી ઊઠેલા વિકાર બદલ પસ્તાઉ છું. હવે તમને નહીં સતાઉં, આગળ કોઈ શહેર આવશે ત્યાં તમને મૂકી દઈશ. હે બેન! આવતીકાલે આપણાં વહાણો સોવનકુલ નગરમાં પહોંચશે. તમને ત્યાં ઉતારી દઈશ. સુરસુંદરી : ભાઈ! તમારું કલ્યાણ થાઓ! તમારો ઉપકાર નહિ ભૂલું. શેઠ પોતાના સ્થાને ચાલ્યો ગયો. ત્યાં જઈને વિચારે છે કે મને મળેલું અમૂલ્ય સ્ત્રી રત્ન મને કામ ન આવ્યું. તો ઠીક! મફતમાં જવા નહિ દઉં. વળી સતી પ્રત્યે શેઠ શઠ અને નિર્દયી બન્યો. બજારમાં જઈને વેચી તેનાં મૂલ્ય કરી લઉં. સોવનકુલનગર આવતાં વહાણે લંગર નાખ્યાં. સૌ કિનારે ઊતર્યાં.
નિર્લજ્જ બનેલો શેઠ સુરસુંદરીને લઈને બજારમાં ગયો. સતીને ખબર નથી કે અહીં માનવની હરાજી બોલાય છે. ગુલામનો વેપાર થાય છે. તે તો એક બાજુએ ઊભી છે. તે વખતે નગરની પ્રખ્યાત ગણિકા ત્યાંથી નીકળે છે. ને આ સુંદરી તેના જોવામાં આવી. સતીનું રૂપ જોતાં જ અંજાઈ ગઈ. શેઠજી! તમારા માલની કિંમત બોલો! શેઠ: હે ગણિકા! સત્ય કહું છું કે સવા લાખ મુદ્રા! જુઓ આ સ્થળે સુંદરીના દેહનું લિલામ થાય છે. માટે વેશ્યા કહે, તમે ઘણી કિંમત મૂકી. શેઠ બોલ્યાઃ સવા લાખ એટલે સવા લાખ. એક મુદ્રા તેમાંથી ઓછી ન લઉં. વેશ્યા : ભલે. વેશ્યાએ સવા લાખ મુદ્રા ગણી આપી. શેઠ લઈને રવાના થઈ ગયો. વેશ્યા બોલી : મને ઓળખતી નથી કેમ! હું નગરીની ગણિકા છું ને વહાણટિયાએ તને અહીં સવા લાખ મૂલથી વેચી દીધી છે. મેં તને મૂલ આપીને ખરીદી છે. માટે તારે મારું પદ સાચવવા તૈયાર થવું જ પડશે.
ન
સુરસુંદરી કહેવા લાગી હે અક્કા! મારી આગળ તમારી વાત જે કરવી હોય તે વાત ત્રણ દિન પછી કહેજે. સતી મનથી મજબૂત થઈને બોલી રહી છે. ઉપાય સુઝતાં વળી વાત કરે છે. જે ત્રણ દિન અંદ૨ આવી વાત કરશો, મારી પાસે કોઈ કામ માંગશો તો સાંભળી લ્યો, હું મારા પ્રાણ ત્યજી દઈશ. અણધાર્યું આવી પડેલું મારું આ દુઃખ જ્યાં સુધી વિસરી ન જાઉં
મહાસતી સુરસુંદરી રાસ * 161
-