________________
પછી ક્યારેય આ વચન ચૂકવાનું નહિ કારણ કે મારા સ્વામી સિવાય આ જગતને વિષે જે કોઈ પુરુષ વસે છે તે તો મારા પિતા અને ભાઈ બરાબર છે.
સતીની વાતનો સ્વીકાર કરીને, પુત્રીપણે માનીને, સતીના રૂપમાં અંજાયેલો હરામી શેઠ પોતાના વહાણમાં બેસાડીને લઈ ચાલ્યો. સુંદરીએ યક્ષરાજની રજા પહેલેથી જ લીધી હતી કે દિવસના ક્યારેક વહાણ આવી જશે તો ચાલી જઈશ. યક્ષરાજે પણ રજા આપી. બેટા! તારું હિત થાય ને તારું શીલ સચવાય તેમ હોય તો તું તારે વહાણમાં ચાલી જજે. હાથીના કાનની જેમ, પીપળના પાંદડાની જેમ શેઠનું ચિત્ત ચકડોળે ચડ્યું છે. વાસનાનો કીડો એવો સળવળ્યો છે કે અન્ન પાણી પણ ભાવતાં નથી. નિદ્રા પણ હરામ થઈ ગઈ છે. સુંદરીને મેળવવાની ઇચ્છા પૂરી ન થાય ત્યાં સુધી શેઠનું ચિત્ત ઠેકાણે આવે તેમ નથી. શાસ્ત્રકારો કહે છે કે જગતમાં આઠને ઊંઘ આવતી નથી. (૧) મોટા કુટુંબવાળો અથવા ઘણાં સંતાનવાળો (૨) સ્વજનોનો વિયોગી (૩) રોગિષ્ટ (૪) વિદ્યાર્થી (૫) ધનનો લોભી (૬) ક્રોધી (૭) સ્ત્રીવિયોગી (૮) તરુણ સ્ત્રીના રસમાં રક્ત – આ આઠેય ક્યારેય સુખની નિદ્રા પામી શકતા નથી.
શેઠના શરીરરૂપી મંદિરમાં વિકરાળ વાસનાની ભયંકર વિરહઝાળ ભરી છે. તે વિરહ ઝાળને સમાવવા, શાંત કરવા લજ્જાને નેવે મૂકીને સતી સુંદરીને કહેવા લાગ્યો : હે સુંદરી! તારા હૃદયને વિષે જરાયે દુઃખને ધારણ કરીશ નહિ. હે ગુણવંતી! તારા પ્રબળ પુણ્યથી હું તને મળ્યો છું. તો મારી સાથે પાંચેય વિષયોનાં સુખને ભોગવ. ત્યારે શેઠને કહેવા લાગી. હે નરોત્તમ! તમે આ શું બોલો છો. દીકરી ગણીને મારો સ્વીકાર કર્યો. હું પિતા સમજીને તમારી સાથે આ પ્રવાહણમાં આવી. અને હવે આ રીતે મારી સાથે વર્તન કરતાં શરમ નથી આવતી.
મહાસતી સુરસુંદરીએ નવકારમંત્રને ગણતા જ સમુદ્રમાં ઝંપલાવ્યું. અગાધ દરિયો! સતીના શા હાલ! સાગરમાં સમાઈ ગયેલા શેઠના વહાણના પાટિયા આમતેમ ઊછળતાં એક પાટિયું સતીના હાથમાં આવી ગયું. સુંદરીએ તો આ પાટિયાને મજબૂત પકડી લીધું કે હાથમાંથી છૂટે જ નહિ. સુરસુંદરીના સત ને શીલનું રક્ષણ કરવા મહાસાગર વહારે આવ્યો હતો. કેટલોક સમય સમુદ્રમાં તણાતી, પછડાતી, કૂટાતી, બેનાતટપુરના કિનારે સાગરે લાવીને મૂકી દીધી. પાટિયા સાથે કિનારે પડેલી સુંદરી હજી બેભાન હતી. મધરાતે કિનારે
મહાસતી સુરસુંદરી રસ 159