________________
ન
રાત્રિને વિષે નિદ્રા ન લેવી. સુંદરીનું શિયળ રૂપ બખ્તરથી યુક્ત છે અને નિદ્રા પરિહરીને શ્રી પંચપરમેષ્ઠીમાં એકાકાર બની છે. એ અવસરે યક્ષદ્વીપનો અધિષ્ઠાયક યક્ષ જે મહાપાપી છે તે માણસની ગંધ આવતા, હણવા માટે જ્યાં સુંદરી રહી છે તે તરફ દોડી આવે છે.
યક્ષ ખાઉંખાઉં કરતો ધસી આવ્યો છે. સુંદરી નવકારમય બની ગઈ છે. શીલ જેનું બખ્તર બન્યું છે, શ્રી નવકારમંત્ર : જેનો રક્ષણહાર બન્યો છે, તે મહાસતી સુરસુંદરીને આ યક્ષરાજા કંઈ જ કરી શકતો નથી. તેથી વળી પાછો કહે છે. હે બેટી! મારાથી ડરીશ નહીં. તને જોતાં મને મારી પુત્રી જોયા જેટલો આનંદ થયો છે. હવે તું અહીં નિર્ભય છે. તે સૂણીને સુરસુંદરીનો ભય ઓછો થયો. અહીં સુધી બનેલી બધી જ બિના યક્ષરાજા આગળ કહી. હે તાત! હવે અહીં એકલી બેસીને શ્રી નવપદમય નવકારનો જાપ કરી રહી છું. તેના પ્રભાવે મારાં દુઃખો દૂર થશે, આજ મારો સહારો છે. શ્રી જિનેશ્વર ભગવાને બતાવેલ ધર્મમાં અવિહડ શ્રદ્ધા છે. એ જ મારે આધારભૂત છે. એના પ્રભાવે મારાં સઘળાંયે સંકટો દૂર થશે. દૈવી શક્તિ વડે સતીની ચારેબાજુ ફરતા ચાર ઉપવન બનાવી દીધા. મહાસતી રહી શકે તેવી નાનીશી મઢુલી બનાવી દીધી.
યક્ષના ઉપવનમાં આવેલાં વૃક્ષો ઉપરના ફળો ઉતારી ઉદરપૂર્તિ કરી લે છે. ઉપવનમાં વહેતા મીઠા પાણીના ઝરણાથી પોતાની તૃષાને તૃપ્ત કરે છે. દિવસનો મોટો ભાગ નવકારના જપમાં વિતાવે છે. દિનભરની થાકેલી હવે નિર્ભય હોવાથી રાત્રિએ નિદ્રા લે છે. કેટલોક કાળ આ રીતે સુંદરીનો વીતી જાય છે. જંગલમાં સદા-સાવધાન રહેલી બાળા શીલને પણ સાચવે છે. યક્ષરાજા પણ દરરોજ રાજકુંવરીની સાર-સંભાળ કરે છે. હવે એકદા કેટલાંક વહાણો લઈને એક વેપારી સિંહલદ્વિપ તરફ વેપાર અર્થે જઈ રહ્યો હતો. જળ અને ઈંધણ માટે પોતાનાં વહાણો આ યક્ષદ્વીપના કિનારે થોભાવે છે. સુરસુંદરીને જોતાં હાથ જોડી પ્રણામ કરી વિનયપૂર્વક પૂછવા લાગ્યો. આપ કોણ છો! સતીએ તેને પોતાની વિતકકથા કહી. માનવ સ્ત્રીની વાત સાંભળી સહાનુભૂતિ દર્શાવતા શેઠ કહેવા લાગ્યા. અહીંયાં રહેવાની જરૂર નથી. તું અમારી સાથે ચાલ. સતી કહે : હે શેઠ! મારી વાત સાંભળો. મને પુત્રી તરીકે માનવાના હો તો તમારી સાથે આવું. આ જગતમાં વિશ્વાસ કોઈનોય રાખવા જેવો નથી. તેથી જે પુત્રી કે બેન તરીકે સ્વીકારે અને સ્વીકાર્યા
158 * જૈન રાસ વિમર્શ