________________
નહોતો. મૌન રહીને અપમાનને ગળી ગયો. હૈયે લાગ્યો એ ડંખ – એ ડંખ અત્યારે કુમારને બમણા જોરથી હૃદયમાં ડંખવા લાગ્યો. બદલો લેવાની વૃત્તિ થઈ આવી. સૂતેલી કુંવરીના આંચલે નિર્લજ્જ કુમારે સાત કોડી બાંધી દીધી. ને ઉપર લખી દીધું કે સાત કોડીથી રાજ્ય મેળવજે. ક્રોધના વચ્ચે પડેલા માણસો અકાર્ય કરવામાં પાછા પડતા નથી, જેથી જગમાં તેની લાજ રહેતી નથી. સમાજમાં અપવ્યાજના થાય છે. માટે હે ભવ્ય જીવો, ક્યારેય ક્રોધને વશ ન થશો.
શાસ્ત્રોમાં કેટલાંયે ઉદાહરણો ટાંક્યાં છે કે ક્રોધને વશ થયેલા જીવોની શી શી હાલત થઈ છે. પૂર્વેક્રોડ વર્ષ સુધી સુંદરતર સંયમ ચરિત્રની આરાધના કરનાર મહાન પુણ્યશાળી આત્માઓ, ફક્ત બે ઘડી ક્રોધને વશ થતાં પૂર્વ ક્રોડ વર્ષના સંયમના ફળને ખોઈ નાખે છે. ચારિત્રને બાળી નાખે છે. આવી વાતો સિદ્ધાન્તના પાને લખાઈ છે.
આગમને પણ જાણવા છતાં અમરકુમારે ક્રોધ થકી કઠણ કલેજું કરી નાખ્યું. ને ત્યાંથી મૂઠી વાળીને દોડતો દરિયાકાંઠે આવીને બૂમાબૂમ કરી મૂકી. દોડો દોડો આ દ્વિપના યક્ષરાજે આવીને સુરસુંદરીને મારી નાખી. તમે સૌ જલદી વહાણમાં ચડી જાઓ. જલદી વહાણને હંકારી છે. અહીં ક્ષણ વાર પણ રોકાવું નથી. મારી પત્નીને ભરખી ગયો. વળી પાછો અહીં આવશે. મેં છોડાવવા ઘણો પ્રયત્ન કર્યો. પણ હું મારી પત્નીને ન બચાવી શક્યો. તદ્દન ખોટાં બોલાયેલાં વચનો સૌને સાચાં લાગ્યાં. જરા પણ વિલંબ કર્યા વિના સૌ વહાણમાં ચડી ગયા. ખલાસીઓએ વહાણો હંકારી મૂક્યાં.
હવે આ બાજુ લક્ષદ્વિપમાં મૂકેલી અબળા સુરસુંદરી ઊંઘ પૂરી થયે જાગી. બિચારીને કંઈ જ ખબર નથી. જ્યારે કુંવરી જાગી. પોતાનું માથું નીચે મૂકેલું છે. પોતાના પ્રીતમને માથા પાસે બેઠેલો ન જોતાં સફાળી બેઠી થઈ. હૈયે ફાળ પડી. અંતરમાંથી આહ નીકળી ગઈ. આંસુ લૂછતાં-લૂછતાં પાલવને છેડે કંઈક પોટલી જોઈ. અને પાલવને છેડેથી લખેલા અક્ષર જોયા. પાલવની ગાંઠ છોડીને અક્ષર પણ ઓળખ્યા. દ્રવ્યને ગણતા સાત કોડીને જોઈ. અક્ષર વાંચ્યા સાત કોડીએથી હે સન્નારી! રાજ્યને ગ્રહણ કરજે. શબ્દો વાંચતાની સાથે જ હા હા કરતી ધરતી પર ઢળી પડી. મૂછિત થઈ ગઈ.
પણ સાવધાન થઈ ગયેલી સુંદરી તરુવર નીચે આસન લગાવીને નવપદનું ધ્યાન ધરતી બેઠી છે. કહ્યું છે કે પરદેશમાં દુઃખના હેતુભૂત એવી
મહાસતી સુરસુંદરી રસ 157