________________
(૫) ભૂખ્યા ઊઠવું નહિ એટલે આહારમાં શરમ ન રાખવી (૬) સંતોષ. ગધેડો : ત્રણ ગુણો (૧) ખૂબ થાકેલો હોવા છતાં ભાર વહન કરે (૨) ટાઢ-તટકો શરીરને લાગે તે ગણે નહિ (૩) સંતોષથી હંમેશાં ચરે. પ્રધાન : બુદ્ધિના ચાર ગુણો પ્રધાન પાસે હોય છે તે લેવા જોઈએ (૧) પ્રપંચ (૨) વાચાળતા (૩) સર્વેને સંતોષવા (જી એકબીજાના મનને તાત્કાલિક પારખી લેવો. હંસ: એક ગુણ પાણીવાળા દૂધમાંથી દૂધ પીએ છે. પાણી છોડી દે છે તેમ અવગુણમાંથી પણ જે ગુણ હોય તે જ લેવારૂપ ગુણ હંસમાંથી લેવા જેવો છે. મોર : એક ગુણ – મનોહર પીંછાને ધરનારો મોર પોતાના પગને જોઈ માન તજે છે. તેમ માણસે પણ અભિમાન મૂકી ગુણો ઢાંકી અવગુણ શોધી કાઢીને દૂર કરવા. હરણઃ એક ગુણ-હરણ વનમાં ચરતાં કે નાસતાં પાછળ વળી જોયા કરે છે તેમ માણસે પણ પાપ કરતાં ફરી ફરી મરણનો વિચાર કરવો. માછલું એક ગુણ-આળસુ નહિ બનતા ચપળ બનવાનો ગુણ. માળી : એક ગુણ-માળી જેમ ચંપક, ગુલાબ વગેરે છોડવાઓને વચ્ચે રોપીને તેની આજુબાજુ વંતૂરા-થોર અને એરંડા વગેરેને રોપે છે તેમ માણસે પણ વિવેકી બનીને સુમિત્ર, કુમિત્ર તથા ભલા-ભૂંડા વગેરેને એકસરખા નહિ ગણતાં યોગ્યતા મુજબ વર્તાવ કરવો.
માતાપિતાએ અમરકુમાર અને સુરસુંદરીને હિતશિક્ષા આપી. આશીર્વાદ પણ આપ્યા. હવે રાણી રતિસુંદરી પોતાની દિકરી સુરસુંદરીને શિખામણ આપતાં કહે છે કે હે સુંદરી! પરદેશમાં પતિ સાથે જાય છે તો સર્વ સમયે સાવધાન રહેજે. પતિવ્રતાવ્રતને પાળજે. ગળથુથીમાં મળેલા સંસ્કારોનું પ્રેમપૂર્વક પાલન કરજે. હૈયામાં ધર્મને ધારણ કરજે. પરદેશમાં સંકટો આવવાનાં છે. તો સંકટ આવતાં કષ્ટ પણ ઘણું જ પડવાનું. તે વેળાએ શુભ ધ્યાનપૂર્વક પંચપરમેષ્ઠિરૂપ નવકાર મહામંત્રનું ધ્યાન વિશેષ પ્રકારે કરજે. પરમ ઉપકારી ગુરુ ભગવંતે બતાવેલ ધર્મને તથા મહિમાવંત મહામંત્રને પળવાર પણ ભૂલતા નહિ.
કુમારને સાત કોડીની વાત સાંભરી આવી. વિચારે છે એક પછી એક થયેલ સ્મરણપટ પર આવવા લાગી. મેં આંચળેથી છોડેલી સાત કોડી, મંગાવેલી સુખડી, સરખે ભાગે વહેંચીને દીધેલી સુખડી, સુંદરીનો ભાગ રાખી, અમે સૌએ ખાધી, સુંદરીએ કરેલું અપમાન. સુખડીની વાત, તેથી દીધેલી ગાળ, બાલ્યકાળની બધી વાતો તાજી થઈ. હા તે વેળાએ મેં જવાબ આપ્યો
156 * જૈન રાસ વિમર્શ