________________
સખટ ચટકો લાગ્યો. ગુસ્સો પણ આવ્યો. કુમારને કહેવા લાગી. રે અવગુણી! બીજાનું દ્રવ્ય લઈને ખરચીને ઉજાણી કરાવી. આ દુકૃત્ય કરતાં શરમ ન આવી! ત્યારે કુમારે ઠંડે કલેજે જવાબ આપ્યો. આવી નાની શી વાતમાં આવવું મોટું સ્વરૂપ શા માટે કરે છે! આ બધું બોલે છે તે શું તને શોભે છે! સાત કોડી મેં લીધી. તેમાં શું થઈ ગયું. સાત કોડીમાં તો તું શું કરત! જેથી તને આટલું બધું દુઃખ લાગ્યું છે. કુંવરી કહે રે! શ્રેષ્ઠિકુમાર! સાત કોડીની તારે મન કંઈ કિંમત દેખાતી નથી. પણ સાંભળ. સાત કોડીમાં હું તો રાજ્યને મેળવી શકીશ. આવાં વચનો સાંભળીને કુમારને ઘણું જ દુઃખ લાગ્યું. કુંવરીના અપમાનને સહન કરી લીધું. મૌન રહ્યો. બંને બાળકોનો વ્યાવહારિક અભ્યાસ પૂરો થયો. હવે બંનેને પોતપોતાની માતા ધર્મના સંસ્કારો, ધર્મની જાણકારી મેળવવા જૈનાચાર્ય પંડિતની પાસે ભણવા મૂકે છે. બુદ્ધિશાળી બંને બાળકો વિનયપૂર્વક પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ, ભાષ્ય-કર્મગ્રંથ, વળી આગળ વધીને ક્ષેત્રસમાસ આદિ ગ્રંથોને ભણતાં સૂત્રથી અને અર્થથી જ્ઞાન મેળવે છે. અમર પોતાની હવેલીએ ભણે છે. કુંવરી રાજમહેલમાં અભ્યાસ કરે છે.
એકદા રાજદુલારી સુરસુંદરી પૂ.સાધ્વી મ.સાહેબ પાસે આવે છે. પૂછે છે પૂજ્યશ્રી શ્રી નવકાર મહામંત્રનો મહિમા શું છે તે કૃપા કરીને મને બતાવશો. પરોપકારી પૂજ્ય સાધ્વી મસા. કહે છે. શિવકુમારની જેમ નવકારમંત્રની સાધના કરનાર અઢળક લક્ષ્મીને પ્રાપ્ત કરે છે.
પૂ.સાધ્વી મ.સા. કહે છે : હે સુરસુંદરી, નવકારમંત્રનો મહિમા મોટો છે. આ ભવમાં સુખ મેળવે છે. પરભવમાં વળી સુખસાહ્યબી પામે છે. પરંપરા એ સિદ્ધિવધૂને મેળવે છે. મનમાં ઉત્સાહ લાવી હાથજોડી કહી રહી છે : હે ગુરુદેવ! મને અભિગ્રહ આપો. મને નિયમ કરાવો. આજથી હું હરહંમેશ ૧૦૮ વાર શ્રી નવકાર મંત્રનો જાપ કરીશ. વળી યથાશક્તિએ હું નવકારશીનું પચ્ચકખાણ કરીશ. મારા દેહમાં જ્યાં સુધી હું પ્રાણને ધારણ કરીશ અર્થાત્
જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ નિયમ મનની શુદ્ધિપૂર્વક પાળીશ. અમરકુમાર પોતાના આવાસે રહ્યો છે. રાજકુમારી મહેલમાં રહી છે. બંનેના ભણ્યાનું પારખું કરવા, પરીક્ષા આપવા રાજા રાજદરબારમાં બાળકોને બોલાવે છે.
હવે રાજા બંને પરીક્ષાર્થીઓને વારાફરતી શ્રુતના અગોચર પ્રશ્ન કરી
154 જૈન રાસ વિમર્શ