________________
ઉપસંહાર:
ધન્નાજીના રાસ દ્વારા, પંડિત જિન વિજયજી મહારાજ આપણને સદ્કાર્ય અને દુષ્કાર્યનું પરિણામ બતાવી સત્કાર્ય કરવાની શિક્ષા આપે છે. પ્રસ્તુત રાસનો ઉદ્દેશ આ જ છે.
આ કથાના મુખ્ય નાયક ધનાજી છે. ધનાજીએ પોતાના પૂર્વ ભવમાં મહાત્માને સુપાત્ર દાન કર્યું હતું એમના આ સુકતને ફળસ્વરૂપે તેમણે સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. પાછલા ભવમાં માત્ર દાનની અનુમોદના કરવાથી સુભદ્રા આદિ આઠે સ્ત્રીઓ થઈ તેમ જ ધનદત્ત ધનદેવ અને ધનચંદ્ર એ ત્રણેય ભાઈઓ પાછલા ભવમાં દાન દઈને ત્રણવાર પશ્ચાત્તાપ કર્યા જેથી ત્રણ વખત મહાદુઃખ પામ્યા. એમ જાણી સર્વે પ્રાણીઓએ દાન દેવું જોઈએ. આ પ્રકારે દાન આપવાથી કે અપાવવાથી અર્થાત્ અનુમોદના કરવાથી સુખ-સંપદા મોક્ષનાં સુખ મળે છે અને દાન આપીને પશ્ચાત્તાપ કરવાથી દુઃખ મળે છે. વળી સ્ત્રીઓ માટે સતી સુભદ્રાનું ચરિત્ર પણ જણવા જેવું કે જેમ સુભદ્રા પોતાના પતિની સાથે સુખદુઃખમાં સાથે રહે અને દુઃખના સમયમાં સતીત્વની રક્ષા કરે છે. અને અંતે પતિની સાથે દીક્ષા લે છે. આમ સાચી પતિવ્રતા
સ્ત્રી કોને કહેવાય? તેનું ઉદાહરણ આપણને સુભદ્રાના ચરિત્ર દ્વારા જાણવા મળે છે.
એમ આ રાસ દ્વારા અનેક પ્રકારની શિક્ષા મળે છે. જે દૃષ્ટિમાં રાખી મનુષ્ય આ લોક અને પરલોકનું સુખ પ્રાપ્ત કરી શકે છે જે જેવું પાત્ર હશે તેવું આ કથા દ્વારા શિક્ષા લઈ નિશ્ચયથી પોતાના આત્માનું કલ્યાણ સાધી શકશે. સંદર્ભ ગ્રંથોઃ ૧. “ધના શાલિભદ્રનો રાસ’
- પંડિત જનવિજયજી મહારાજ વિરચીત સં. ૧૯૮૪, સને ૧૯૨૮ પ્રકાશક – સૂર્યપ્રકાશ પ્રિન્ટિંગ પ્રેસ, અમદાવાદ શેઠ ધનાજી' - પૂજ્ય શ્રી જવાહરલાલજી મહારાજના વ્યાખ્યાનમાંથી સં. ૧૯૯૫, વીર સંવત ૨૪૬૫,
ધના ચસ +149