________________
મુનિઓ ભદ્રાના ઘરે ગયા. પરંતુ કૃશ કાયાને કારણે કોઈ તેમને ઓળખી ન શક્યું અને બંને મુનિ પાછા ફરતા રસ્તામાં વૃદ્ધાના હાથે દૂધ વહોરીને બંનેએ પારણું કર્યું. ત્યારે ભગવાને તેમને કહ્યું કે, “હે શાલિભદ્ર! એ પૂર્વ ભવમાં તારી માતા હતી અને તું એમનો બાળક હોવાથી તેનો પૂર્વ ભવ કહી સંભળાવ્યો અને તે સાંભળી ધન્ના અને શાલિભદ્ર મુનિને ખૂબ જ આનંદ
થયો.
પછી બંને મુનિઓએ પોતાનું શરીર ક્ષીણ થયેલું જાણી સંથારો કરવાની પ્રભુ પાસે આજ્ઞા માંગી. ભગવાને બંનેને અનુમતી આપતા શિલા ઉપર વિધિવત પાદોપગમન સંથારો લીધો.
- ભદ્રા, તેની પુત્રવધૂઓ ભગવાનને વંદન કરવા આવી તો ભગવાને કહ્યું કે આ બંને મુનિ તમારા ત્યાં ભિક્ષા માટે આવ્યા હતા. પરંતુ ભિક્ષા મળી નહીં. બંને મુનિએ તો પોતાનું શરીર અશક્ત જાણીને મારી સ્વીકૃતિથી વૈભવગિરિ પર્વત પર સંથારો કર્યો છે.
ભગવાનની વાત સાંભળી ભદ્રા અને શાલિભદ્ર અને ધનાજીની પત્નીઓને બહુ જ દુઃખ અને પશ્ચાત્તાપ થયો અને એ પ્રકારે દુઃખ અને પશ્ચાત્તાપ કરતી ભદ્રા શેઠાણી અને પુત્રવધૂઓ જ્યાં મુનિઓએ સંથારો કર્યો હતો ત્યાં ગયાં અને બહુ પ્રાર્થના અને વિલાપ કરતી પોતાના અપરાધની ક્ષમા માંગી. મુનિઓ તો પોતાના ધ્યાનમાં અચલ રહ્યા.
કેટલાક લોકોનું માનવું છે કે ધના મુનિ તો સંથારામાં અવિચલ રહ્યા પરંતુ શાલિભદ્ર મુનિએ ભદ્રામાતા સામે આંખો ખોલીને જોયું હતું. શાલિભદ્ર મુનિ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા પરંતુ આ કહેવું ઉચિત નથી કારણ કે શાલિભદ્ર મુનિનું આયુષ્ય બાકી હોવાથી ધનાજી અને શાલિભદ્રમુનિ સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીસ સાગરોના આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા તા.ક: પૂ.જવાહરલાલજી મહારાજ લિખિત “શેઠ ધનાજીમાં તેમણે લખ્યું છે કે ધનાજી મુનિ સિદ્ધ બુદ્ધ થઈ ગયા. (પાન નં.૨૮૯)
બંને મુનિઓના સંથારો પૂર્ણ થતા શાન્ત શ્રેણિક ઉત્સવપૂર્વક અગ્નિસંસ્કાર કર્યો.
સવાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રે કોઈ મોટા શેઠને ઘરે જન્મશે ત્યાં પણ સદ્ગુરુ સમીપે દીક્ષા લઈ કર્મ ખપાવી સિદ્ધિગામને વરશે.
148 * જૈન રાસ વિમર્શ