________________
લેવા ભાભીઓને શિખામણ આપવા, આ માર્ગ અપનાવ્યો.”
શતાનીકે જમાઈની કુનેહની પ્રશંસા કરી, ધનાએ અવિનય બદલ ક્ષમા વાચી.
ધન્નાનું કુટુંબ આ રીતે પુનઃ સુખના સિંહાસને ચઢ્યું. ધન્નાએ તે સર્વને સાથે લઈ ભારતના પાટનગર સમા, રાજગૃહે ચાલ્યો. રાજવી શ્રેણીક તેની સામે આવ્યો. ધનાએ તેને સામંત રાજવીનું પદ બક્યું. તેજ ને સૌંદર્યની વેલ સમી ચાર ઊગતી સુંદરીઓએ તેને પતિ તરીકે અપનાવ્યો. તે આઠ વનિતાઓનો કંથ બન્યો. સાતે બહેનોએ ભેગી થઈ સુભદ્રાને પટરાણી તરીકે સ્થાપી.
પણ ધનાના ભાઈ હજુ પણ અસંતોષમાં ગૂંગળાતા હતા. ધન્નાએ તેમને કેટલાંક ગામ આપ્યાં. તે સર્વે પોતપોતાના સ્થાને ગયા. પણ દરિદ્ર બનતા તેમને વાર ન લાગી. વણજારાઓને વેશે તેઓ રાજગૃહમાં આવ્યા ધન્નાએ તેમને આશ્રય આપ્યો.
ભાઈઓએ હજુ પણ ધન્નાથી જુદા થવાની ઇચ્છા સેવી, પણ તેમ કરતાં અવાર-નવાર વિનાશ તેમની નજરે પડ્યો. ભાઈની ક્ષમા માગી તેઓ તેના સહભાગી બન્યા.
આ રીતે કુટુંબનો કલ્પવૃક્ષ સમો, ભૂમિને રસમો ને સ્ત્રીઓને કામદેવ સમો ધના લક્ષ્મીના લાડકવાયા પુત્રની જેમ મહાલવા લાગ્યો.
એક દિવસ તેની પત્ની, શાલીભદ્રની બહેન, સુભદ્રા તેને નવરાવતી હતી. તેના અંગે અલંકાર છતાં મુખ પર વ્યથા હતી. તેની આંખો અશ્રુભીની હતી. તે આંખોમાંથી એક બે અશ્રુ ધન્નાના અંગ પર પડ્યાં.
ધનાએ ઊંચે જોયું. સુભદ્રાને તેણે રડતી જોઈ. તેને રડવાનું કારણ પૂછ્યું.
સ્વામિન” સુભદ્રા બોલી, “મારો ભાઈ શાલિભદ્ર વૈરાગ્યભીનો બન્યો છે. હંમેશાં તે એક એક સ્ત્રીને ત્યજે છે.”
ઘેલો" ધના વચ્ચે જ બોલ્યો, “વૈરાગ્યને એમ વરાય? પહેલી જ પળે પૂર્ણ નહિ તે વૈરાગ્ય શાનો?
“એમ?” આંખને પલકારે કંકણ નચાવતી અન્ય સ્ત્રીઓ બોલી, “આપ આવો અનુભવ તો લઈ જુઓ.”
146 * જૈન રાસ વિમર્શ