________________
ખબર-અંતર પૂછવા લાગ્યો. કંઈક દિવસો વીતતાં તેનાં માતા-પિતાની દષ્ટિમાં શ્રમને તાપથી પાણી બાજ્યાં. તેણે તેમને છાશ, ઘી વાપરવાની સૂચના કરી, છાશ પોતાના ભુવનેથી લઈ જવા અનુમતિ આપી.
ધનાનાં માતા-પિતા રાજી થયાં, કુળવધૂઓને તેણે આ મહામોંઘું કામ સોંપ્યું. તેમ છતાં, પ્રત્યેક વધુ, પ્રતિદિન છાશ લેવાને, ધનાના ભુવને આવતી થઈ.
ધનાએ સૌભાગ્યમંજરીને પોતાનો પૂર્વ ઇતિહાસ કહીને તે સર્વેનું યોગ્ય માન સાચવવા સૂચના કરી. મંજરીએ આશ્ચર્ય અનુભવ્યું. તેણે સુભદ્રાને સખી લેખી, તેને તે મહામોંઘી ચીજો અર્પવા લાગી. સુભદ્રા ભાગ્યવતી લેખાઈ.
એક દિવસ ધનાએ સુભદ્રાને વારાના અવસરે સ્વભુવને રહ્યો. તેણે તેને પોતાની સમીપ તેડાવી. તેના સૌંદર્યના તેણે ગુણગાન ગાયાં. ગુપ્તવેશે જ તે સૌંદર્ય રસપાનની તેણે માંગણી કરી.
સુભદ્રા છંછેડાઈ, તેણે ધન્નાને તુચ્છકાર્યો, તેના અંગ પર પવિત્ર તેજ પથરાયું. ધન્નાએ ગર્વ અનુભવ્યો. તેણે પોતાની વહાલસોયી પત્નીને કરુણ છતાં નિર્મળ સ્વરૂપે નિહાળી. તેણે પોતાનું સ્વરૂપ ખોલ્યું. સુભદ્રાએ તેને ઓળખ્યો. તેની આંખમાં હર્ષનાં આંસુ ચમક્યાં. તે ધનાના ચરણે ઢળી. ધનાએ તેને હસ્તયુગલમાં લીધી. કંઈક ક્ષણો સ્વર્ગીય આનંદમાં વીતી.
સુભદ્રા તે પછી ત્યાં જ રોકાઈ, પતિભવનની દેવી બની. ધનાની ભાભીઓ, સુભદ્રા વીતતી સંધ્યા સુધી પાછી ન ફરતાં, નાની દેરાણીને મેણાં મારવા માંડ્યાં. તેમાંની એક તપાસ કરવા ધનાને ઘેર આવી ત્યાં સુભદ્રાને તેણે દિવ્ય વેશમાં જોઈ. તે ચમકીને ક્રોધભેર પાછી ફરી સાસરિયાંને તેણે કાતિલ શબ્દોમાં વિગત સંભળાવી.
સર્વના મસ્તકે જાણે તગતગતી વીજળી પડી. સસરા ત્વરાએ ગામમાં ગયા. ગામના મહાજનને તેણે ફરિયાદ કરી. મહાજનના મોવડીઓએ, ધન્નાના ચારિત્રની સુવાસ પર તેઓ જોકે મુગ્ધ છતાં, શાન્તિથી તેની વિગત સાંભળી. તેઓ વિસ્મય પામ્યાં. વાતને સાચી માનતાં પણ તેઓ અચકાયા, છતાં તેમાં તેમ હોય તો ધનાને સમજાવવા તેઓ તેના ભુવને ચાલ્યા.
ધનાએ તેમને સન્માન્યા. પણ તેઓએ વાત ઉકેલતાં તેણે સૂચક મૌન સેવ્યું. મોવડીઓ નિરાશ થઈ પાછા ફર્યા. તેઓ ઉપાયના ચિંતનમાં પરોવાયા.
પણ ધન્નાના પિતાએ એ ચિંતવન – ક્રમ ન પાલવ્યો. તે ત્વરાએ
144 * જૈન રાસ વિમર્શ