________________
ધનાનું ગૌરવ વધતું ચાલ્યું. ભાઈઓથી આ ન જવાયું. તેણે તેનો વધનો ઉપાય ચિંતવ્યો પણ તેમની સ્ત્રીઓને દિવર વહાલો હતો. તેમણે તેને ચેતવી દીધો. ધના ત્યાંથી ગુપ્ત વેશે દૂર ચાલ્યો.
તે જ્યાં જ્યાં ગયો ત્યાં લક્ષ્મી તેને પગલે અનુસરી તેની સહાયથી. તેણે લોક પર ઉપકાર આદર્યા તે ભાગ્યવાન લેખાયો. સર્વે સ્થળે તેને સન્માન મળ્યું તેમનું સ્વરૂપ પણ તેજભર વૌવનની કળી સમું આકર્ષક હતું. તે નગરમાં જાય તો નયનબાણ વર્ષે સમૃદ્ધિ તેની સેવિક બને તે વનમાં જાય તો વસંત ખીલે.
કંઈક સમય વીતતાં તે રાજગૃહે જઈ પહોંચ્યો. ત્યાં તેણે નિવાસ અપનાવ્યો. તેની બુદ્ધિ ને બ્રિર્તિની સુવાસ સ્વર્ગીય પુષ્પની જેમ દૂર દૂર સુધી મહેકવા માંડી. લક્ષ્મી તેને આંગણે ઉભરાણી. તેની સાહસિકતાની કથાઓ ગૂંથાણી, તેના શૌર્યમાંથી પ્રેરણા જન્મી.
તે નગરમાં તે સમયે શ્રેણીક રાજવી હતો. ગોભદ્ર નગરશેઠ હતો. કુસુમપાળ ઉપવનપતિ હતો. તે ત્રણેની સામગ્રી, સુભદ્રા અને કુસુમશ્રી કન્યાઓએ તેને પ્રિયતમ તરીકે અપનાવ્યો. તે ત્રણેનાં તેની સાથે લગ્ન થયાં. શ્રેણીકે તેને સન્માન આપ્યું. જાગીર બક્ષીતેને ઐશ્વર્ય મળ્યું. ઉપભોગ મળ્યા તે તેમાં મહાલવા લાગ્યો.
એક દિવસે તેણે સ્વભુવનની અટારીએ રમતાં, ગરીબોનું એક ટોળું જોયું. તે ટોળાએ તેનાં નવન ભજવ્યાંતેમાં તેનાં દુખી મા-બાપ હતાં, ચિંથરેહાલ ભાભીઓ હતી. તેણે તે સર્વને સ્વભુવને તેડ્યાં. તેમની પાસેથી જાયું કે સમૃદ્ધિ ખૂટતાં તેઓ, પુત્રની કિર્તિ સાંભળી, આ બાજુએ વળ્યાં હતાં. તેઓ નગરમાં પુત્રને શોધતાં હતાં. તેના ભાઈ, લજ્જાએ ઘેર્યા, ગામ બહાર ઊભા હતા.
ધનાએ તેમને સાંત્વન આપ્યું ભાઈઓને પણ તેડાવી લીધા. તે સર્વેને તેણે સુખ ને ઐશ્વર્ય બક્યાં. તેઓ સર્વે આનંદમાં મહાલવા લાગ્યા.
પણ ભાઈઓમાં ઈર્ષા અને તર્કી સ્વભાવ પુનઃ ઊછળી આવ્યો ધનાની સમૃદ્ધિમાં પોતાનું જ પ્રતિબિંબ જોયું. તેમાં તેમણે સરખો હિસ્સો માગ્યો. તેની સહાયથી ધનાથી ભિન્ન રહેવાની તેમણે ઇચ્છા દર્શાવી. પિતાને દુખ થયું. ધના કંટાળ્યો. તે એક રાત્રે તે સર્વેને છેડી ગુપ્ત વેશે ત્યાંથી દૂર ભાગ્યો.
12 જૈન રાસ વિમર્શ