________________
ઋષભદેવ પ્રભુએ પ્રથમ ધનવસાર્થવાહના ભાવમાં મુનિઓને ધનનું દાન દિધું તો તીર્થંકરપદ પામ્યા. બાહુમુનિએ પાંચસો મુનિઓને આહાર-પાણી લાવી આપવાથી બીજા જન્મમાં ચક્રવર્તી થવાનું પુણ્ય ઉપાર્જન કર્યું. એમ ઘન દેવાથી, દેવરાવવાથી અને અનુમોદના કરવાથી સુખ, સંપા તેમ જ મોક્ષ દેવલોકનાં સુખ મળે છે. અને દાન દઈને પશ્ચાત્તાપ કરવાથી દુઃખ ઉત્પન્ન થાય છે. તે સર્વે આ રાસ વાંચવાથી પૂરેપૂરી રીતે સમજાઈ જાય છે.
પ્રથમ દેહાની શરૂઆતમાં જ ગુરુવરે વીર પ્રભુ વનદેવી સરસ્વતી, ગુરુના ચરણ, સિદ્ધાચલ, વૈભવગિરિ. અષ્ટપદ, ગિરનાર અને સમેતશિખર એ પાંચ તીર્થોને વંદના કરી છે. અને સાથેસાથે દાનનો મહિમા પણ ગાયો છે.
ભારતના મહારાષ્ટ્ર પ્રદેશમાં પુરાઈઠાન નામના નગરમાં ધનસાર' નામના એક શેઠ રહેતા હતા. તેમને શીલવતી શેઠાણી હતાં. તેમને ધનદત્ત, ધનદેવ અને ધનચન્દ્રાધિપ નામના ત્રણ પુત્રો હતા. ધનસાર શેઠના ઘરે શુભ નક્ષત્રયોગમાં ચોથા પુત્રનો જન્મ થયો. આ નવજાતશિશુની નાળ જમીનમાં ભંડારવા ગયેલી નોકરાણી જ્યારે પાછળ અશોકવાટિકમાં ગઈ ત્યારે જમીનમાંથી ધન ભરેલો ઘડો પ્રાપ્ત થયો. તેથી ધનસાર શેઠને થયું કે આ બાળક ખૂબ જ પુરાવાન છે. તે ધનનો ભરેલો ઘડે તેના પુણ્યના પ્રતાપે જ મળ્યો છે. તેથી આ ધન તેના જન્મોત્સવમાં જ વાપરીશ. અને દીનદુખી લોકોની સેવામાં તેનો ઉપયોગ કરીશ એવો નિશ્ચય કર્યો.
ધનસાર શેઠે નીકળેલા ધનનો જન્મ મહોત્સવ કર્યો. શેઠે તેના જન્મ સમયે ધન મળેલું હોવાથી તેનું નામ ધનકુંવર રાખ્યું બાળક ધનકુંવર જયારે આઠ વર્ષનો થયો ત્યારે ધનસાર શેઠે તેને કલાચાર્ય પાસે વિદ્યા અને કળા શીખવા બેસાડ્યો. ધનકુંવર થોડા જ સમયમાં ખૂબ જ વિદ્વાન અને કલાનિપુણ થઈ ગયો. આ ત્રીજી ઢળમાં વિદ્યાનું મહત્ત્વ સમજાવતા ગુરુ લખે છે કે વિદ્યારૂપ ધન ચોર તથા રાજાથી લઈ લેવાતું નથી. ભાઈઓથી વહેંચી લેવાતું નથી. બે ભાગ કરતું નથી. કોઈને આપવાથી ઘટવાને બદલે નિરંતર વધે છે. માટે વિદ્યા રૂપ ધન સર્વધનમાં શ્રેષ્ઠ ધન છે. આમ વચ્ચે વચ્ચે જીવનની શ્રેષ્ઠત્તમ વસ્તુઓની સમજ આપી છે.
આમ ધનકુંવર માતાપિતા, અને સર્વ લોકોને આનંદ આપવા લાગ્યો. તેના સારા ગુણોને કારણે ધનસાર શેઠ સમય-સમય પર તેના નાના પુત્ર ધનકુંવરની પ્રશંસા કરવા લાગ્યા. ધનસાર શેઠ તારા કરાતી ધનકુંવરની
0 જૈન સર વિમર્શ