________________
પ્રશંસા તેના મોટા ત્રણેય ભાઈઓ માટે અસહ્ય થવા લાગી. તેઓ ધનકુંવરની પ્રશંસામાં પોતાની નિંa સમજવા લાગ્યા. તેણે પિતાને કહ્યું કે સદ્ભાગ્ય અને દુર્ભાગ્યની પરીક્ષા કરો તો જ ખબર પડે કે સદ્ભાગી અને દુર્ભાગી કોણ છે?
પિતાએ પુત્રોની અદેખાઈ પારખી તેણે તેમને સમજાવ્યા પણ સમજાવટ નિષ્ફળ ગઈ. પરિણામે તેણે તેમની જ ઈચ્છાથી તેમનાં ભાગ્ય અને બુદ્ધિની પરીક્ષા કરવા માટે સ્વતંત્ર વ્યાપારના પ્રયોગમાં તે સર્વને સરખી સહાય કરી.
મોકભાઈઓ સામાન્ય વ્યાપારમાં પરોવાયા. તેમાં નજીવું કમાઈ તે પાછા ફર્યા
પણ ધન્ય માનસ પરીક્ષક હતો. તેણે ત્યાંના રાજકુમારનું તરંગી માનસ અવલોક્યું. તેનો લાભ ઉઠાવવા તેણે નિશ્ચય કર્યો
તેણે સશક્ત બોકડો ખરીદ્યો. તે બોકડાને તેણે રાજકુમારના બોકડ સાથે શરતી યુદ્ધમાં ઉતાર્યો. બોકડો જીત્યો. શરત પ્રમાણે તેને એક હજાર સોનામહોરો મળી તે લઈ તે ઘેર આવ્યો.
માતા-પિતાએ તેને ભાગ્યવાન લેખ્યો. ભાઈઓએ તેને જુગારી માન્યો - નગરજનોએ તેને રસચર્ચાની માળમાં ગૂંચ્યો.
ભાઈ પુનઃ ઈર્ષાળુ થયા. પિતાએ કંઢળી પુનઃ પરીક્ષા આદરી. તેણે તે સર્વને, સરખું સુવર્ણ આપી, વ્યાપારનો નવીન પ્રયોગ કરવાને મોકલ્યા.
ધના સુવર્ણ લઈ નગર ચૌટે ગયો. ત્યાં તેણે ચંડાળોથી વેચાતો એક પલંગ જોવો. તે પલંગનો તેણે વિચિત્ર ઈતિહાસ સાંભળ્યો. ધનાએ તે પલંગ ખરીદી લીધો તે લઈ તે ઘેર પાછે ર્યો.
ભાઈઓએ તેની મશકરી આદરી પણ ધનાએ પલંગને ચીરવા માંડ્યો તેમ કરતાં, પાયાના પોલાણમાંથી ચાર કીમતી રત્ન સરી પડ્યાં, તે લઈ તેણે પિતાને સોંપ્યાં.
પિતાએ તેનું ભાગ્ય પ્રશસ્યું ભાઈઓએ આ પ્રસંગ અકસ્માત માન્યો પણ ધનાને મન તો તીણ બુદ્ધિ ને ઝીણવટભરી ગણતરીનું જ પરિણામ હતું. લોભી ધાર્મિક હઠ, તેની સમૃદ્ધિ, ગુપ્તતા, પલંગ સાથે તેના ચિત્તની એકતાનતા, તેનો હળોહળ સ્વાર્થ પલંગને સાથે જ બાળવાની તેની તીવ્ર ઈચ્છા પાછળ તેણે તે પલંગમાં, મનચક્ષુએ, તેની સમૃદ્ધિ વાંચેલી ને તે ચક્ષુ સાચાં પડ્યાં
ધના રસ 1w