________________
પણ તેનું ભાગ્ય બળવાન હતું. લક્ષ્મીનો તે લાડકો હતો. તે બંને તેના નિત્યનાં સાથી હતાં. તેઓ જે હતું એ કરતાં તે વધુ ભવ્ય ઐશ્વર્ય અર્પવાને, કૌશામ્બી નગરીએ ખેંચી ગયાં.
તે નગરમાં તે સમયે શતાનીક રાજા રાજ્ય કરતો. તેના ભંડારમાં એક અમૂલ્ય રત્ન હતું, પણ તેના ગુણ કે ઉપયોગની કોઈને માહિતી નહોતી. રાજવીએ તેવી માહિતી આપનાર માટે સામંત રાજવીને સમાંતર પદ, વિશાળ જાગીર અને કુંવરીના હસ્તથી શોભતું અદ્વિતીય ઇનામ જાહેર કર્યું હતું.
ધન્ના આગળ આવ્યો. તેની રત્નપરીક્ષણ શક્તિ અપ્રતિમ હતી. તે શક્તિ તે કળાનો અભ્યાસ કરતાં, મેળવી હતી. રાજગૃહની રાજસભામાં તે ખીલવી હતી. તેણે રત્ન હાથમાં લીધું. તેના ગુણને, સિદ્ધહસ્ત કલાકારની જેમ વર્ણવી ગયો. તે વર્ણન સાચું નીવડ્યું. રાજવી મુગ્ધ બન્યો. તેણે ધનાને સૌભાગ્યમંજરી નામની પોતાની કુંવરી આપી. પાંચસો ગામનો ગ્રાસ આપ્યો. દેવી ઐશ્વર્ય આપ્યું.
ધન્ના આ રીતે પુનઃ વૈભવી બન્યો. તે, તે નગરમાં રાજભોગ્ય વિલાસને અનુભવવા લાગ્યો. તેમ કરતાં તેણે ગરીબોને પોષવાને તે દ્વારા કીર્તિને વધુ વ્યાપક બનાવવાને, નગરની બહાર એક સરોવર ખોદાવવા માંડ્યું.
એક સમયે, તે ખોદકામ નજરે નિહાળવા તે સરોવરની પાળે પહોંચ્યો. તેના મસ્તકે છત્ર ઝૂલતાં અંગ પર વસ્ત્રાલંકાર ઝળહળતાં, તે મજૂરોને તથા તેમના કામને નિહાળતો હતો. તે સમયે તેની તીણ દષ્ટિએ દૂરના મજૂરોની મધ્યે, શ્રમમાં તરત જ મજૂરીએ પરોવાયેલાં પોતાનાં માતા-પિતા, ભાઈભાભીઓને, સુકોમળ પ્રિયાને અવલોક્યો. તેને કમકમાં આવ્યાં. “સુભદ્રા લક્ષ્મીને ઐશ્વર્યના પ્રયતમ શાલિભદ્રની હાલસોયી બહેન, તેની પણ આ સ્થિતિ? તે પળભર થોભ્યો. બીજી પળે તેણે તે સર્વને પોતાની સમીપ બોલાવ્યાં પણ કોઈ તેને ઓળખી ન શક્યું. તેણે પણ ગુપ્તતા જાળવી રાખી. તે સર્વના ભાગ્ય ને માનસને અવલોકવાની તેને ઈચ્છાથી. “જેમને સમૃદ્ધિની મધ્યમાં છોડ્યાં, તેમની આ સ્થિતિમાં તેમને હવે ક્રમ અને શાંતિથી યથાસ્થાને સ્થાપવાનો તેણે નિર્ણય કર્યો, પણ છતાં તેમને ભોજનમાં સગવડતા ને સામાન્ય સુખ બક્ષવાની તેણે સરોવર-મંત્રીને સૂચના કરી. તેમ છતાં બીજાં મજૂરોને પણ સુખ સગવડતા મળ્યાં તે સર્વે તેમને ચાહતાં થયાં.
તે હવે પ્રસંગે સરોવરની પાળે આવવા લાગ્યો. મજૂરોની ને કુટુંબીઓની
ધના ચસ 143