________________
જિનવિજયજી કૃત: “ધન્ના રાસ”
શ્રીમતી નીતાબેન મધુકર મહેતા
ધના-ગસના રચયિતા:
આ રાસ પંડિત જીવનકીર્તિસૂરિ રચિત સંસ્કૃત ચરિત્ર ઉપરથી જનવિજયજી મહારાજે સુરત શહેરમાં આ સસ બનાવ્યો છે. તેમણે ચોથા ઉલ્લાસની અાવીસમી ઢાળમાં ૨૦મી ગાથામાં બતાવ્યું છે કે ૧૭૯૯ના વર્ષની શ્રાવણમાસની સુદ દશમીને ગુરુવારે સિદ્ધિયોગે આ ચસની રચના કરી છે. તેમણે ર૯મી ઢાળમાં તેમની ગુરુપરંપરાનું પણ વર્ણન સરસ રીતે કરી પાટપરંપરા પણ દર્શાવી છે. અહીં રાસકર્તાએ સસસર્જનમાં પોતાની સર્જકપ્રતિભાનો ભરપૂર પરિચય કરાવ્યો છે. તેમણે ઐતિહાસિક ચરિત્રની સાથેસાથે સંકળાયેલા નગપ્રસંગો અને લોકોનાં ચરિત્રનું વર્ણન સુંદર રીતે કરેલ છે. રસની પતિઃ
ધના રાસ કુલ ચાર ઉલ્લાસમાં વહેંચાયેલો છે. પ્રથમ ઉલ્લાસમાં ૧૭ ઢાળ છે. દ્વિતીય ઉલ્લાસમાં ૧૭ ઢાળ છે. તૃતીય ઉલ્લાસમાં ૨૨ ઢાળ છે. ચતુર્થ ઉલ્લાસમાં ર૯ ઢાળ છે.
૮૫ ઢાળ છે. દરેક ઢાળની આગળ શરૂઆત દોહાથી કરવામાં આવે છે. વિષયવસ્તુ અને કથા:
આ કથા ધરા પંડિત શ્રી જીનવિજયજી મહારાજ આપણને સુપાત્રદાનનું મહત્ત્વ સમજાવ્યું છે. આ સંસારમાં દાન શીયળ, તપ અને ભાવ આ ચાર પ્રકારનું મહત્ત્વ છે. તેમ અહીં ધનધર્મનું પ્રધાનપણું બતાવવામાં આવ્યું છે. સર્વધર્મ સાર પદાર્થ તે ધનધર્મ જ છે. રાજ, રિદ્ધિ, સમૃદ્ધિ, ભોગ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તેમ જ પોતાનો અને પરના દેશમાં જશ, મહિમા અને મનોવાંછિત ફળોનો દેનાર, તે દાનધર્મ જ છે. જેમ ધનના પ્રભાવથી
ધના રાસ +139