________________
ઓગણીસમી ઢાલમાં વર્ણવાયું છે કે સાંજ પડતાં ગજમુનિ સ્મશાનમાં જઈ કાયોત્સર્ગ-ધ્યાન ધરવા માંડ્યું તે વખતે ત્યાં સોમલ આવી પહોંચ્યા. તેમના મનમાં મુનિને જોઈ વેર જન્મ્યું. આ પુરુષે વગર વાંકે મારી પુત્રીનો જન્મ નિરર્થક કર્યો છે. સોમલે મુનિના માથા પર માટીની પાળ બાંધીને તેમાં ખેર-વૃક્ષના ધખધખતા અંગારા ભર્યા. મુનિને ભયંકર દુઃખ થયું છતાં તેમણે પોતાના આત્માની જ સંભાળ લીધી. એમણે વિચાર્યું કે જે દાઝે છે તે મારું નથી, આ બધું તો ઘાતુકર્મ છે, આમ મુનિ કેવળજ્ઞાન પામી મુક્તિધામ પહોંચ્યા તેનું કવિ સુંદર વર્ણન કરે છે.
સાત સહોદર ભુગર્તે, વાંઢિ નેમ જીણંદ રે
એહવા મુનિને સંભારિઈ, લહિએ તે પરમ આણંદ ...
આમ જ્યારે દેવતાઓએ ગજમુનિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયાનો મહોત્સવ કર્યો ત્યારે દેવકીએ મુરારિને પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે ત્યારે મુરારિએ સર્વવૃતાન્ત કહ્યું : “આમ અંતમાં કલશમાં કહેવાયું છે કે શ્રી નેમ સમક્ષ મોહની જંજાળ છોડનાર, કેશવના બંધુ ગજસુકુમાળને ધન્ય હો, અને શ્રી જૈનસંઘનું કલ્યાણ થાઓ.”
138 * જૈન રાસ વિમર્શ