________________
રહેલા આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. અંતે મોહવશ દેવકી ઘેર આવી, અશુભ વિચારો કરી રહી હતી ત્યારે કૃષ્ણ, માતા દેવકીને પગે લાગવા આવ્યા. આમ દેવકીને વિચારગ્રસ્ત અને દુઃખી જોઈને, કૃષ્ણે પૂછ્યું કે મા, તમને કોણે દુભવ્યાં છે? એના જવાબમાં દેવકીજી કહે છે કે હું જગતની સર્વ દુ:ખી નારીઓમાં સૌથી વધુ દુ:ખી છું, મેં તારા જેવા જ સાતને જન્મ આપ્યો છે, પણ એકનેય ગોદમાં હુલરાવી શકી નથી. એક સાતમો તું મારી પાસે આવ્યો તે પણ છેલ્લે. તેનેય છ મહિના થઈ ગયા. અને આ પહેલાં સોળ વર્ષ તું અળગો – નંદ-જશોદાને ત્યાં રહ્યો. મેં તારા બાળપણના એકેય કોડ પૂર્યા નહિ. આ દેવકીની દુઃખભરી વેદના નીચેના શબ્દોમાં વ્યક્ત કરાઈ છે :
મેં કીયાં કરમ કઠોર રે...
ભવાંતરે કીધાં હશે મેં કંઈ પાપ અઘોર રે....”
આ સંદર્ભે કૃષ્ણ કહે છે, બાળકને હુલરાવવાના કોડ પૂરા કરાવવા માટે હું મારા પૂર્વભવના સંબંધી એક દેવને બોલાવું છું આમ કહી માને પગે લાગી કૃષ્ણ પૌષધશાળામાં આવ્યા અને ત્રણ ઉપવાસ કરી હિરગમેષી દેવની આરાધાના કરી દેવને હાજરાહજૂર કરી પોતાને માટે નાનોભાઈ માંગું છું; માતા દેવકીને આઠમો પુત્ર થાય તેમ કરવા કહ્યું. દેવે અધિજ્ઞાનથી કૃષ્ણપ્રભુને કહ્યું, દેવલોકમાંથી આવીને (ચ્યુત) દેવકીની કૂખે પુત્ર જન્મશે, એ ભણીગણી મોટો થશે પણ એ અવશ્ય સાધુ બનશે.
કૃષ્ણે આવીને દેવકીને વધાઈ આપી, દેવકીને આનંદ થયો, એણે કહ્યું; તું મારા કુલનો ચંદ્રમા છે, તેં મારી ચિંતા દૂર કરી, પછી દેવકી પોતાના આવાસમાં ગઈ. એ વખતે દેવલોકથી ચ્યવી (એક આત્મા) દેવકીના ઉદરમાં ઉત્પન્ન થયો. માતાએ સ્વપ્નમાં સિંહ જેયો, અને આ વાત વસુદેવને કહી ત્યારે તેમણે કહ્યું કે હે બડભાગી, તને પુત્ર જન્મશે. આમ બરાબર સવા નવ મહિને ગજસુકુમારનો જન્મ થયો એને રમાડીને દેવકી પોતાના વણપૂર્યા મનોરથ પૂરા કરવા લાગી. ગજસુકુમાર મોટો થયો, ભણ્યો ને સોમલને ત્યાં એનાં વેવિશાળ થયાં.
આ દરમિયાન શ્રી નેમિનાથ શીઘ્ર પ્રવાસ કરતા સોરઠમાં દ્વારિકા નગરે આવી પહોંચ્યા ત્યાં નંદનવનમાં ઊતર્યા. એમની સાથે અઢાર હજાર સાધુ
દેવકીજી : છ ભાયારો રાસ * 135