________________
“હે જરાસંધ પુત્રી અને કંસની પત્ની, તું જાણતી નથી કે, મારો શબ્દ. કદી પાછો પડતો નથી.”
આ શબ્દો સાંભળી જીવજશા ધા નાંખતી કંસ પાસે ગઈ. વાત સાંભળી કંસ ચેતી ગયો અને ઉપાય કર્યો. કંસે વસુદેવ પાસે વચન લીધું કે, દેવકીનાં સર્વ બાળકો કંસને ઘેર મોટાં થાય. વસુદેવે સંમતિ આપી. કંસ રાજી થયો. પરિણામે દેવકી જ્યારે જ્યારે ગર્ભવતી થતી ત્યારે કંસ એના પાસે સાતસાત ચોકી મૂકતો. આ વાત આગળ ચલાવતા દસમી ઢાલ અને ૧૦મા દોહામાં વર્ણવાયું છે, તે અનુસાર તે સમયે ભક્િલપુર નામના ગામમાં નાગશેઠ અને પત્ની સુલસા સુખરૂપે રહેતાં હતાં, પરંતુ એને મૂએલા પુત્રો અવતરતા. આથી તેણે હરિગમેલી દેવની આરાધના કરી અને દેવ પ્રત્યક્ષ થયા અને શા માટે મારી આરાધના કરે છે તે પૂછતાં જણાવ્યું કે મારા મૂએલા બાળક જીવતા થાય એવી શક્તિ આપો. દેવે કહ્યું કે મરેલાને જીવતા કરવાની શક્તિ મારામાં નથી. આ સંદર્ભે સુલસાએ બીજો કોઈ ઉપાય સૂચવો એવું કહ્યું ત્યારે દેવે સમજાવ્યું કે આ બધું પૂર્વ પુણ્યને આધારે જ સાંપડે છે, ત્યારે સુલસા તરત બોલી કે હે દેવ તમે તુષ્ટ થયા પણ તે ન થયા બરાબર જ. આ સાંભળી દેવે કહ્યું કે હું તને તરતનું જન્મેલું બાળક આણી આપું, પણ એ સંદર્ભે સુલસાએ પ્રતિપ્રશ્ન કર્યો કે તમે ગમે તેનું બાળક લાવી આપો તેની શી ખબર પડે? અને મને એવા બાળક ન ખપે. આ કથનને અનુલક્ષીને દેવોએ સ્પષ્ટતા કરી કે કંસે વસુદેવ અને દેવકીના જે પુત્રો મારવા માટે માગ્યા છે, તે તને હરીને લાવી આપીશ. આ સાંભળી સુલસા રાની રેડ થઈ ગઈ. હવે આ જ્ઞાન વડે દેવે વિચાર કરીને દેવકીને કહ્યું કે તું અને તુલસા બંનેને એક જ સમયે ગર્ભવંત કર્યો અને જન્મકાળે દેવકીનો પુત્ર લઈને સુલતાને આપ્યો અને તારું મૂએલું બાળક ઊંચકીને તેની પાસે લઈ ગયો. છયેની બાબતમાં આમ બન્યું. એણે તમને બંનેને નિંદ્રા પ્રેરીને આમ કર્યું એટલે તે તમે કોઈએ આ બાબત જાણી નથી. માત્ર બધાંને એટલી જ ખબર પડી કે કંસે તારાં મરેલાં બાળકો લીધાં.
આમ આ છયે મોટા થયા, ભણ્યા, પરણ્યા ને દેવસમાન સુખ ભોગવવા લાગ્યા. પછી તેઓએ વૈરાગ્યવાણી સાંભળી દીક્ષા લીધી. આ પછી દેવકી પોતાના પુત્રોને વંદન કરવા માટે આવી, ત્યારે અતિ આનંદને કારણે એની કંચુકીની કસ તૂટી અને થાનમાંથી દૂધની ધાર છૂટી, આ એકીટશે નિહાળી
134 જૈન ચસ વિમર્શ