________________
કન્યાનું કનકરથ યુવરાજ સાથે કન્યાદાનની પ્રાર્થના કરે છે. હેમરથ રાજા આનંદ પામ્યા “ભાવતું હતું ને વૈદ્ય કહ્યું.” પરંતુ રાજકુમાર એક ના બે થતા નથી. પરંતુ ઘણી સમજવટ બાદ ગુણિયલ રાજકુમારે કહ્યું કે આપને ઉચિત લાગે તેમ કરો. પરિણામે રક્મણીનું પાણિગ્રહણ કરવા નક્કી કરે છે.
કનકરથ રાજકુમાર વિચારે છે કે હવે કોઈ પણ પ્રિયજનોનો સંબંધ થશે તે વિસામા સમુ બનશે અને એટલામાં અનિવેશમાં ઋષિદત્તા આવે છે. યુવરાજ આ યોગીરાજને જોઈને તેમાં તેને પોતાની પ્રિયતમા ઋષિદત્તાનાં દર્શન થાય છે. પરિચય થાય છે. ઋષિદરા પોતાના પ્રિયતમને ઓળખી જાય છે, તેણે રાજકુમારને કહ્યું છે હું ઋષિદત્તાનો ભાઈ છું અને વાત ટૂંકાવી. પરંતુ યુવરાજના અતિઆગ્રહથી ઋષિદત્તા, યોગીના રૂપમાં કાવેરી નગરી જવા તૈયાર થાય છે. કાવેરી નગરીમાં કનકરથ અને રુક્મણીનું પાણિગ્રહણ થયું. શયનખંડમાં પ્રવેશે અને વાર્તાલાપ થાય છે. કનકરથના એક એક વચનો રકમણીને રૂપને ગર્વને પીગળાવી નાખે છે. ત્યારે રકમણી ક્રોધ અને ઈર્ષામાં કહે છે. વનવાસિની ઋષિદત્તાના અંતરની આશાને ચૂરેચૂરા કરનાર હું પોતે જ છું તેની વાત આપ જણશો તો આશ્ચર્ય પામશો. તે કહે છે કે મારા પ્રબળ પ્રેમની પૂર્તિ કરવા સુલસા નામની યોગિની મને મળી. અને તેને મારા હૃદયની કહાની સંભળાવી. તેણે આ બાબતમાં મને સહાય કરવા તૈયારી બતાવી. મેં કહ્યું કે રથમર્દન નગરીમાં જઈને તે તાપસ કન્યા (ઋષિદત્તા) ઉપર કલંક ચઢાવજે. તેના રૂપનું ગર્વ ઊતરી જાય તેવું કરજે. યુવરાજ મને ઇચ્છે અને અહીં આવી મારી સાથે પાણિગ્રહણ કરે તેવું કરજે. પછી સુલતા યોગિની રથમદન નગરીમાં જઈ પોતાની મેલી વિદ્યાથી નગરમાં કેવો કાળોકેર વર્તાવ્યો – તે સર્વ વૃત્તાંત આપ જાણો છો. મેં પણ આપને મારા કરવા અથાગ પ્રયત્નો કર્યા. આ સાંભળી કનકરથનું હૃદય વલોવાવા લાગ્યું. તેને લાગ્યું કે આત્મા પોતે જ પોતાના કર્મનો કર્તા અને ભોકતા છે. જેવા કર્મ બાંધે તેવું જ તેનું કર્મ ભોગવવું પડે છે.
| કનકરથે રકમણીને કહ્યું કે તું આજથી મારી ધર્મપત્ની રહીશ પણ કેવળ લોકનજરે. યુવરાજ વિચારે છે કે ઋષિદત્તાને નહીં બચાવનાર મારે અપરાધનું પ્રાયશ્ચિત્ત કરવું પડશે. અને ઉપવનમાં બહાર ચિતા ગોઠવી. આ સમયે યોગીરાજના વેશમાં રહેલી ઋષિદના કનકરથને સમજાવે છે અને કહે છે કે ઋષિદત્તાનું મોત ના પણ થયું હોય અને આપ જીવતા હશો
128* જૈન રાસ વિમર્શ