________________
અનેક સન્યા આદે કીજી, છએ સરખાં અણગાર; રૂપસુંદર અતિ શોભતઈજ, નલકુબેર અનુહાર ત્રણ સંઘાડે કરિ સંચરઈજ, મુનિવર મહા ગુણધાર; ઈરજસુમતિ ચાલતઈજ, પટકાયના હિતકાર.
આ પંક્તિ છયે સાધુની શોભાયમાન દેહાકૃતિ તથા એકસરખા ચહેરામોહરાનું સૂચન કરે છે. વળી તેઓ બે-બે સમૂહમાં ગોચરી માટે ફરતાફરતા વસુદેવના ઘરે આવી પહોંચ્યા – એ ઘટનાનો પણ નિર્દેશ કરે છે. દેવકીજીએ બીજા બે બે સાધુઓનેય દેવકીજીએ ભિક્ષા આપી :
મોદક-શાલ ભરિ કરિજી, વોરાર્વે દુસરી વાર; દસ્ન-જમણ-તણા લાયર્ને જિ હયર્ડ હરખ અપાર.
એ પ્રસંગે દેવકીજીની મનઃ સ્થિતિ અને આત્મમંથન કવિએ સુપેરે વર્ણવ્યાં છે:
ભલાનો તો કરણ કોઈ નહીજિ, દિસંત મોઢ અણગાર તિસરિ વાર એ આવિયાઈજ, નહિ એ તો સાધુરો આચાર.
આમ દેવકીજી વિમાસણમાં પડ્યાં કે આ વાત આ સાધુઓને કહેવી કે નહીં? પણ છેવટે મનને દઢ કરી તેઓ બીજી ઢાલમાં સાધુઓને પૂછે
મુનિવર નગરી દ્વારકાંજી, બાર જોજનચે મંડાણ; ક્રસ્મ નરેસર ચજિયોરેિ, જેની ત્રણ ખંડમાં આણ. લાખ કરોડ ધી વસેરેિ, નગરિમાં બહુ ઘતાર; માહરે પુન તર ઉરેિ . મુનિવર આયા તજિ વાર.
આમ દેવકીજીના પ્રશ્નનો મુનિઓએ ઉત્તર આપ્યો કે – આ તારા પુણ્યનું ફળ છે. પણ દેવકીજીને એવું લાગ્યું કે – મારા પ્રશ્નનો ગર્ભિત અર્થ આ સાધુ ભગવંતોને સમજાયો લાગતો નથી. આથી દેવકીજી કહે છે કે – આપને આહાર મળ્યો નહીં હોય તેથી આપ મારા ઘરે ત્રીજી વાર આવ્યા છો. એ વેળા મુનિઓએ ખુલાસો કર્યો કે – હે દેવકી! અમે છ ભાઈઓ-બે બેના સમૂહમાં આવ્યા છીએ:
દેવકીજીઃ છ ભાયારો રાસ +131