________________
દેવકીજી: છ ભાયારો રાસ
ડૉ. જયશ્રી ઠાકોર
દેવકીજી : છ ભાયારો રાસ'ના કર્તાનો નામોલ્લેખ મળતો નથી. તેથી એ અજ્ઞાત કર્તાનો રાસ છે. પરંતુ આ અજ્ઞાત કર્તાએ “સુલસાએ હરિણગમેલી દેવની ઉપાસના કરી' એવો ઉલ્લેખ કર્યો છે. વળી એમાં દેવકજીના કથાનકનું જૈનપરંપરા અનુસાર નિબંધન થયું છે. આથી એના કર્તા જેનકવિ હશે એવું નિશ્ચિતપણે માની શકાય. એમાં મારવાડીના પ્રભાવવાળી મિશ્ર ગુજરાતી ભાષા તથા કથનશૈલી યોજાઈ છે. તેથી આ રાસ પ્રમાણમાં પ્રાચીન એટલે કે મધ્યકાલીન સમયમાં રચાયો હશે એવું લાગે છે. કૃતિની સંરચના:
દેવકીજી: છ ભાયારો રાસ ૧૯ દોહા, ૧૯ ઢાલ અને અંતે કલશ એમ ૭00 પંક્તિઓમાં વિસ્તર્યો છે. આ રાસની શરૂઆત નેમિનાથની પ્રશસ્તિ કરતા દોહાથી થાય છે.
શ્રી નેમ જિણંદ સમોસરા, ત્રયે કાલના જાણ ભવ્ય જીવને તારવા, બોલ્યા અમરત વાણ વાણી સુણિ શ્રીમનિ, બુઝા છએ કુમાર એ પછી કૃતિના પ્રથમ ઢાલમાં કથાનક આ પ્રમાણે ગતિ પકડે છે : આગના લેઈ ભગવંતનિજી, છએ બાંધવ સાર ગોચરિ કરવાને નિકલાજિ, દ્વારકાનગરિ મુંઝાર
કથાની રૂપરેખા:
ભગવાન નેમિનાથની વાણી સાંભળી એક શ્રેષ્ઠીના છએ છ પુત્રોને સત્યબોધ થયો. તેમણે માતાપિતાની અનુજ્ઞા લઈ દીક્ષા લીધી અને આખી જિંદગી બે-બે ઉપવાસ અને એ પછી એક-એક પારણું કરવું, એવો નિયમ લીધો. એક વાર નેમિનાથ દ્વારકા પધાર્યા ત્યારે તેમની સાથે આ છ સાધુઓ પણ આવ્યા. નેમિપ્રભુની આજ્ઞા લઈ તેઓ ગોચરી લેવા નીકળ્યા. કવિ આ સાધુઓ કેવા દેખાતા હતા તેનું તાદશ વર્ણન કરે છે :
130 જૈન રાસ વિમર્શ